Sanjay Duttને લઇને હવે સામે આવી આ વાત, તો શું નથી સ્ટેજ 3નું કેન્સર?
Trending Photos
નવી દિલ્હી: બોલિવુડના દિગ્ગજ અભિનેતા સંજય દત્ત (Sanjay Dutt)ને આ મહિનાની 8 ઓગસ્ટના મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શ્વાંસ લેવામાં તકલીફ થયા બાદ સંજય દત્તને નિયમિત ચેક-અપ માટે દાખલ કરવામાં આવ્યા હતા. સંજય દત્તનો કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ ત્યારે સમાચાર સામે આવ્યા હતા કે, સંજય દત્તને સ્ટેજ 3નું ફેફસાનું કેન્સર છે.
આ સમાચાર સામે આવતા જ સંજય દત્તના ચાહકો સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ દ્વારા તેમના માટે પ્રાર્થના કરી રહ્યાં છે. સાથે જ બોલીવુડના પણ ઘણા કલાકાર સંજય દત્તને જલ્દી સ્વાસ્થ થવાને લઇને ટ્વિટ પણ કરી રહ્યાં છે. ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યાં છે કે, સંજય દત્તને સ્ટેજ 3 નહીં પરંતુ સ્ટેજ 4નું ફેફસાનું કેન્સર છે. અમારી સહયોગી વેબસાઇટ Bollywoodlife.com માં પ્રકાશિત અહેવાલ અનુસાર હોસ્પિટલ સાથે જોડાયેલા એક સૂત્રનું માનીએ તો સંજય દત્તને ફેફસામાં ફ્લૂટ આવી ગયું હતું, જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. ડોક્ટરે જણાવ્યું હતું કે, આ ટ્યૂબ્રોક્લોસિસ અથવા કેન્સર હોઇ શકે છે. બુધવારના આ વાત પર સામે આવી છે કે, સંજય દત્ત સ્ટેજ 4ના ફેફસાના કેન્સનો સામનો કરી રહ્યાં છે.
જો કે, સંજય દત્ત અથવા તેમના પરિવારના સભ્યોએ હજુ સુધી આ વાતની પૂષ્ટી કરી નથી કે તેમને ફેફસાનું કેન્સર છે. પરંતુ માન્યતાએ એક નિવદેન જારી કરતા આ વાત જરૂર કરી હતી કે, હું તમામનો આભાર વ્યક્ત કરું છું કે, જેમણે સંજૂના સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. અમને આ સમયમાંથી પસાર થવા માટે શક્તિ અને પ્રાર્થનાની જરૂરીયાત છે. ગત વર્ષોમાં પરિવાર ઘણા મુશ્કેલીભર્યા સમયમાંથી પસાર થયો છે, પરંતુ મને વિશ્વાસ છે કે, આ સમય પણ પસાર થઇ જશે.
માન્યતાએ એવું પણ કહ્યું કે, સંજૂના ચાહકોથી મારા દિલથી અનુરાધ છે કે, તેઓ અટકળો અને ખોટી અફવાઓ પર વિશ્વાસ ના કરે. પરંતુ તમના પ્રેમ અને સમર્થનથી મદદ કરે. સંજૂ હમેશાં એક ફાઇટર રહ્યાં છે અને તેજ પ્રકારે અમારો પરિવાર પણ રહ્યો છે. આગળના પડકારનો સામનો કરવા માટે ભગવાન ફરી અમારી પરીક્ષા લઇ રહ્યાં છે. અમે તમારા બાધાની પ્રાર્થના અને આશિર્વાદની જરૂર છે. અમે જાણીએ છે કે, અમે હમેશાંની જેમ ફરીથી વિજેતા બનીશું. આવો આપણે આ તકનો ઉપયોગ પ્રકાશ અને સકારાત્મકતા ફેલાવવા માટે કરીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે