Singer SP Balasubramanianનું નિધન, બે મહિના પહેલા થયા હતા કોરોના પોઝિટિવ

દીદી તેરા દેવર દીવાના જેવા સોન્ગ દ્વારા સલમાન ખાનનો અવાજ રહેલા એસપી બાલાસુબ્રમણ્યમનું નિધન થયું છે. લિજેન્ડરી સિંગર એસપી બાલાસુબ્રમણ્યમે શુક્રવારના આ દુનિયાને અલવિદા કહ્યું. તેમની ઉંમર 74 વર્ષ હતી

Singer SP Balasubramanianનું નિધન, બે મહિના પહેલા થયા હતા કોરોના પોઝિટિવ

નવી દિલ્હી: દીદી તેરા દેવર દીવાના જેવા સોન્ગ દ્વારા સલમાન ખાનનો અવાજ રહેલા એસપી બાલાસુબ્રમણ્યમનું નિધન થયું છે. લિજેન્ડરી સિંગર એસપી બાલાસુબ્રમણ્યમે શુક્રવારના આ દુનિયાને અલવિદા કહ્યું. તેમની ઉંમર 74 વર્ષ હતી. એસપી બાલાસુબ્રમણ્યમના નિધનથી આખી એન્ટરટેન્મેન્ટ ઇન્ડસ્ટ્રિ શોકનો માહોલ છવાયો છે. એસપી બાલાસુબ્રમણ્યમે હિન્દી સિનેમાને એકથી એક ચડિયાતા સોન્ગ આપ્યા છે.

તેમના ગીતોએ સલમાન ખાનને ઓળખ આપી. એસપી બાલાસુબ્રમણ્યના જે ગીતો સલમાન ખાન ઉપર ફિલ્માવવામાં આવ્યા છે તે તમામ સોન્ગ હિટ રહ્યાં છે. જેમ કે, 'પહેલા પહેલા પ્યાર હૈ', 'મેરે રંગમે રંગને વાલી', 'ધિક-તાના-ધિકતાના', 'મેરે જીવન સાથી', 'મુજસે જુદા હોકર', 'આજા શામ હોને આઈ', 'હમ બને તુમ બને', 'વાહ વાહ રામજી'.

5 ઓગસ્ટના થયા હતા કોરોના પોઝિટિવ
તમને જણાવી દઇએ કે, છેલ્લા કેટલાક દિવસથી તેમનું સ્વાસ્થ્ય ખરાબ બતું. તેમને લાઇફ સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. એસપી 5 ઓગસ્ટના કોરોના પોઝિટિવ થયા હતા. ત્યારબાદ તેમને ચેન્નાઇની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 13 સપ્ટેમ્બરના તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.

— ANI (@ANI) September 25, 2020

જણાવી દઇએ કે, એસપી બાલાસુબ્રમણ્યમે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા જણાવ્યું હતું કે, તેમને કોરોના વાયરસના સામાન્ય લક્ષણ હતા. ત્યારબાદ ટેસ્ટ કરાવ્યો હતો અને ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ડોક્ટર્સે તેમને હોમ ક્વોરન્ટાઇન થવાની સલાહ આપી હતી. પરંતુ તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. 13 ઓગસ્ટના તેમની સ્થિતિ વધારે નાજુક થઇ હતી ત્યારબાદ તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. જો કે, 13 સપ્ટેમ્બરના એસપીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news