Yodha Trailer: સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ યૌદ્ધાનું ટ્રેલર રિલીઝ, એક્શન અને સ્ટંટ જોઈ મગજ હલી જશે

Yodha Trailer: સિદ્ધાર્થ મલ્હોત્રા ઉપરાંત આ ફિલ્મમાં દિશા પટ્ટણી અને રાશિ ખન્ના પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. કરન જોહરના ધર્મા પ્રોડક્શનની આ ફિલ્મનું ડાયરેક્શન પુષ્કર ઓઝા અને સાગર અંબ્રે કર્યું છે. આ ફિલ્મ 15 માર્ચે દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે 

Yodha Trailer: સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ યૌદ્ધાનું ટ્રેલર રિલીઝ, એક્શન અને સ્ટંટ જોઈ મગજ હલી જશે

Yodha Trailer: સિદ્ધાર્થ મલ્હોત્રાની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ યોદ્ધા નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. થોડા દિવસ પહેલા જ આ ફિલ્મનું ધમાકેદાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. હવે આ ફિલ્મનું એક્શનથી ભરપૂર જોરદાર ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા દમદાર એક્શન કરતો જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર એટલું જોરદાર છે કે એક્શન જોઈને તમારું મગજ પણ હલી જશે.

વર્ષ 2021 માં આવેલી ફિલ્મ શેરશાહ પછી સિદ્ધાર્થ મલ્હોત્રા ફરી એક વખત આર્મી ઓફિસરના રોલમાં જોવા મળશે. શેરશાહ ફિલ્મમાં તે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા કેપ્ટન વિક્રમ બત્રાના રોલમાં જોવા મળ્યો હતો. યોદ્ધા ફિલ્મમાં પણ તે આર્મી ઓફિસરના રોલમાં જોવા મળશે. 

ટ્રેલરમાં જોવા મળે છે કે તેમને ડ્યુટી પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. ટ્રેલરમાં દેખાડવામાં આવ્યું છે કે તે કેવી રીતે દેશને બચાવવા માટે પ્લેન હાઇજેક કરે છે આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાનો રોલ રોનીત રોયે નિભાવ્યો છે અને તે પણ એક આર્મી ઓફિસર હોય છે. 

સિદ્ધાર્થ મલ્હોત્રા ઉપરાંત આ ફિલ્મમાં દિશા પટ્ટણી અને રાશિ ખન્ના પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. કરન જોહરના ધર્મા પ્રોડક્શનની આ ફિલ્મનું ડાયરેક્શન પુષ્કર ઓઝા અને સાગર અંબ્રે કર્યું છે. આ ફિલ્મ 15 માર્ચે દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે 

ધર્મા પ્રોડક્શનની આ ફિલ્મ ઉપરાંત ઘણી ફિલ્મોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા કામ કરી ચૂક્યો છે. સિદ્ધાર્થે પોતાના કરિયરની શરૂઆત પણ ધર્મા પ્રોડક્શનની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ અને વરુણ ધવન પણ હતા. આ ફિલ્મથી ત્રણેય એક્ટર રાતોરાત ફેમસ થઈ ગયા હતા. આ ફિલ્મ ઉપરાંત સિદ્ધાર્થ મલ્હોત્રા હસી તો ફસી, કપૂર એન્ડ સન્સ અને શેરશાહ જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news