Gopal Snacks: ગુજરાતની નમકીન બનાવતી કંપનીનો આવી રહ્યો છે IPO,જાણો પ્રાઇઝ બેન્ડ અને GMP

Gopal Snacks IPO: નમકીન, ચિપ્સ અને સ્નેક્સ જેવા સામાન વેચનારી કંપની ગોપાલ સ્નેક્સનો આઈપીઓ આગામી સપ્તાહે આવી રહ્યો છે. તેના એક રૂપિયા ફેસ વેલ્યૂવાળા શેરની પ્રાઇઝ બેન્ડ 381થી 401 રૂપિયા વચ્ચે નક્કી કરવામાં આવી છે. આ આઈપીઓ 6 માર્ચે ખુલશે અને 11 માર્ચે બંધ થશે.

Gopal Snacks: ગુજરાતની નમકીન બનાવતી કંપનીનો આવી રહ્યો છે IPO,જાણો પ્રાઇઝ બેન્ડ અને GMP

અમદાવાદઃ નમકીન, ચિપ્સ અને સ્નેક્સ બનાવનારી રાજકોટની કંપની ગોપાલ સ્નેક્સનો આઈપીઓ આગામી સપ્તાહે બુધવારે ખુલી રહ્યો છે. કંપનીએ એક રૂપિયા ફેસ વેલ્યૂવાળા એક શેરની પ્રાઇઝ બેન્ડ 381 રૂપિયાથી 401 રૂપિયા નક્કી કરી છે. એન્કર ઈન્વેસ્ટર્સ તેમાં એક દિવસ પહેલા બોલી લગાવી શકશે.

શું છે ફ્લોર પ્રાઇઝ
આ આઈપીઓની ફ્લોર પ્રાઇઝ ઈક્વિટી શેરની ફેસ વેલ્યૂથી 381 ગણી છે. તેની કેપ પ્રાઇઝ ઈક્વિટી શેરના ફેસ વેલ્યૂથી 401 ગણી છે. ગોપાલ સ્નેક્સ આઈપીઓની લોટ સાઇઝ 37 ઈક્વિટી શેરની છે એટલે કે ઈન્વેસ્ટરે મિનિમમ એક લોટમાં 37 શેર ખરીદવા પડશે. તેની ઉપર આટલા શેરના ગુણકમાં બોલી લગાવવી પડશે.

રિટેલ ઈન્વેસ્ટર્સ માટે રિઝર્વેશન
ગોપાલ સ્નેક્સ આઈપીઓમાં ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ (QIB)માટે પબ્લિક ઈશ્યૂમાં 50 ટકા શેર રિઝર્વ કરવામાં આવ્યા છે. આ સિવાય બિન-સંસ્થાગત ઈન્વેસ્ટરો માટે 15 ટકા અને રિટેલ ઈન્વેસ્ટરો માટે 35 ટકા શેર રિઝર્વ છે. કર્મચારી ભાગને કુલ મળી 3.5 કરોડ રૂપિયા સુધીના ઈક્વિટી શેર રિઝર્વ કરવામાં આવ્યા છે. કર્મચારી ભાગમાં બોલી લગાવનાર કર્મચારીને પ્રતિ ઈક્વિટી શેર 38 રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે. કંપનીના શેર ગ્રે માર્કેટમાં 92 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યાં છે. 

શું છે આઈપીઓ સાઇઝ?
ગોપાલ સ્નેક્સ આઈપીઓમાં પ્રમોટરો અને અન્ય ઈન્વેસ્ટરો દ્વારા 650 કરોડ રૂપિયાના ઈક્વિટી શેરની વેચાણની રજૂઆત (OFS) સામેલ છે. કંપની તરફથી જાણકારી અનુસાર ગોપાલ સ્નેક્સના આઈપીઓનું એલોટમેન્ટ મંગળવાર એટલે કે 12 માર્ચે અંતિમ રૂપ આપવામાં આવશે અને કંપની 13 માર્ચે તે ઈન્વેસ્ટરોને રિફંડ શરૂ કરશે જેને આઈપીઓ અલોટ થયો નથી. શેરના રિફંડ બાદ તે દિવસે સફળ ઈન્વેસ્ટરોના એકાઉન્ટમાં શેર જમા કરી દેવામાં આવશે. 

કોણ છે કંપનીના પ્રમોટર?
કંપનીના પ્રમોટર ગોપાલ એગ્રી પ્રોડક્ટ્સ, દક્ષાબેન બિપિનભાઈ હડવાણી અને બિપિનભાઈ વિઠ્ઠલભાઈ હડવાણી છે. વર્ષ 1999માં ભાગીદારી ફર્મના રૂપમાં આ કંપનીનો પાયો નખાયો હતો. વર્ષ 2009માં તેને કંપનીનું રૂપ આપવામાં આવ્યું હતું. આ કંપની ગોપાલ બ્રાન્ડ હેઠળ અલગ-અલગ પ્રોડક્ટ વેચે છે. તેમાં પાપડ, મસાલા, બેસનથી બનેલા નમકીન, નૂડલ્સ, સેવ, સોન પાપડી, સાથે નમકીન અને ગાંઠિયા જેવી વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરે છે. 

કેટલી પ્રોડક્ટ છે કંપનીના પોર્ટફોલિયોમાં
પાછલા વર્ષે 30 સપ્ટેમ્બરે કંપનીના પોર્ટફોલિયોમાં 84 પ્રોડક્ટ સામેલ હતી. આ સમયે તેની પહોંચ દેશના 10 પાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 523 સ્થળો સુધી છે. કંપનીના દેશભરમાં ત્રણ ડિપો અને 617 ડિસ્ટ્રીબ્યૂટર્સ છે. આ સમયે કંપનીનું પ્રોડક્શન યુનિટ ગુજરાતમાં રાજટોક અને મોડાસામાં જ્યારે એક મહારાષ્ટ્રના નાગપુરમાં ચાલી રહ્યું છે.

કોણ છે ઈશ્યૂના લીડ મેનેજર્સ
આ આઈપીઓ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સમાં ઈન્ટેસિવ ફિસ્કલ સર્વિસેઝ પ્રાઇવેટ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ અને જેએમ ફાઈનાન્શિયલ લિમિટેડ સામેલ છે. આ ઓફર માટે લિંક ઇનટાઇમ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને રજીસ્ટ્રાર બનાવવામાં આવ્યાં છે. આઈપીઓના એલોટમેન્ટ બાદ શેર બીએસઈ અને એનએસઈમાં લિસ્ટ થશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news