Sushant Case: ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીના ભાઇ શોવિકની ધરપકડ
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની મોત સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસની તપાસમાં નાર્કોટિક કંટ્રોલ બ્યૂરો (NCB) એ રિયા ચક્રવર્તીના ભાઇ શોવિક ચક્રવર્તીની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં આ છઠ્ઠી ધરપકડ છે.
Trending Photos
મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની મોત સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસની તપાસમાં નાર્કોટિક કંટ્રોલ બ્યૂરો (NCB) એ રિયા ચક્રવર્તીના ભાઇ શોવિક ચક્રવર્તીની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં આ છઠ્ઠી ધરપકડ છે. આ પહેલાં એનસીબી અબ્બાસ, કરણ, જૈદ, બાસિત અને કૈઝાનને ધરપકડ કરી ચૂકી છે. કૈઝાનની શુક્રવારે ધરપકડ કરવામાં આવી. તેમાંથી અબ્બાસ અને કરનના જામીન થઇ ચૂક્યા છે.
શુક્રવારે એનસીબીએ રિયા ચક્રવર્તીના ભાઇ શોવિક ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂતના હાઉસ મેનેજર સૈમ્યુઅલ મિરાંડને પૂછપરછ માટે બોલાવ્યા હતા. એનસીબીનું કહેવું છે કે પૂછપરછમાં સૈમુઅલ મિરાંડએ આ વાત સ્વિકાર કરી છે કે તે સુશાંત માટે ડ્રગ્સ કલેક્ટ કરતા હતા. એનસીબીએ પૂછપરછ બાદ શોવિકની ધરપકડ કરી લીધી.
આ કેસમાં ઇલેક્ટ્રોનિક પુરાવા વધુ
જોકે આ કેસમાં એનસીબી ફક્ત 59 ગ્રામ ગાંજો જ જપ્ત કરી શકી છે. અબ્બાસ રમઝાન લખાનીએ 46 ગ્રામ અને કરન અરોરાથી 13 ગ્રામ ગાંજો મળી આવ્યો છે. એક્સપર્ટ્સની માનીએ તો આ ધરપકડમાં જ્યાં ઇલેક્ટ્રોનિક પુરાવાની માત્રા વધુ છે તો ગાંજાની માત્રા એકદમ ઓછી 59 ગ્રામ જ છે. આ કેસમાં એક ચોંકવનારું તથ્ય એ પણ સામે આવ્યું છે કે ડ્રગ્સના પેમેન્ટ માટે ગૂગલ પેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલે કે પૈસા સીધા એકાઉન્ટમાં.
NCB ની સામે આ પડકાર
એનસીબીની સામે હવે ઘણા પડકાર છે. પકડાયેલા ડ્રગ પેડલરોના નિશાનદેહી પર આ મામલે મુખ્ય આરોપીઓને પકડવાના બાકી છે. સુશાંતની મોતમાં ડ્રગના કાળા કારનામા કરનારની ભૂમિકા નક્કી કરવી, સાથે જ જપ્ત પુરાવાની તપાસ કરીને આ કડીને ઉજાગર કરવી.
કંગનાએ મચાવી ધમાકો
બીજી તરફ બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) સતત આ મામલે પોતાનો મત રજૂ કરી રહી છે. જેના માટે તેમને ટાર્ગેટ પણ કરવામાં આવી રહી છે. કંગનાએ શુક્રવારે વધુ એક ટ્વીટ કરીને સોશિયલ મીડિયા ધમાકો કરી દીધો છે. આ ટ્વીટમાં કંગનાએ લખ્યું છે 'તેમને મુંબઇ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર જેવું લાગે છે. જેને લઈને અનેક હસ્તીઓએ કંગનાના વિરોધમાં ટ્વીટ કરી છે. હવે કંગનાએ ફરીથી એકવાર પલટવાર કર્યો છે.
I see many people are threatening me to not come back to Mumbai so I have now decided to travel to Mumbai this coming week on 9th September, I will post the time when I land at the Mumbai airport, kisi ke baap mein himmat hai toh rok le 🙂 https://t.co/9706wS2qEd
— Kangana Ranaut (@KanganaTeam) September 4, 2020
કંગના રનૌતે ટ્વીટ કરીને કહ્યું, "હું જોઈ રહી છું કે અનેક લોકો મને મુંબઇ પાછા ન ફરવાની ધમકી આપી રહ્યા છે. આથી મેં નક્કી કર્યું છે કે 9 સપ્ટેમ્બરે હું મુંબઇ પાછી ફરીશ. હું મુંબઇ એરપોર્ટ પર પહોંચીને સમય પોસ્ટ કરીશ, કોઈના બાપમાં હિંમત હોય તો રોકી લે."
કંગનાએ કહ્યું હતું કે મુંબઇ પોલીસથી છે ડર
હકીકતમાં કંગનાએ તાજેતરમાં ટ્વીટ કરીને કહ્યું હતું કે બોલિવૂડના ડ્રગ લિંક અંગે તે જાણે છે. તેમણે નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો માટે ટ્વીટ કરી હતી કે તે તેમને મદદ કરી શકે છે. શરત એ છે કે તેમને સુરક્ષા આપવામાં આવે. જેના પર ભાજપના નેતા રામ કદમે મહારાષ્ટ્ર સરકારને ટ્વીટ કરીને સવાલ ઉઠાવ્યો હતો. જેના જવાબમાં કંગનાએ કહ્યું હતું કે તે સેન્ટર કે હિમાચલ પ્રદેશ પાસેથી સુરક્ષા ઈચ્છે છે. મુંબઇ પોલીસથી ડર જતાવ્યો હતો. તેના પર સંજય રાઉતે નિવેદન આપ્યું હતું કે એટલો જ ડર હોય તો મુંબઇ ન આવે. કંગનાએ પલટવાર કરતા કહ્યું હતું કે મુંબઇ હવે પીઓકે જેવું ફીલ થાય છે.
Thank you for your concern sir, I am actually more scared of Mumbai police now than movie mafia goons, in Mumbai I would need security either from HP government or directly from the Centre, No Mumbai police please 🙏 https://t.co/cXEcn8RrdV
— Kangana Ranaut (@KanganaTeam) August 30, 2020
કંગનાએ રિયાની ડ્રગ ચેટ સામે આવ્યાં બાદ ટ્વીટ કરીને કહ્યું હતું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી પોપ્યુલર ડ્રગ કોકીન છે, લગભગ દરેક પાર્ટીમાં તેનો ઉપયોગ થાય છે. તે ખુબ મોંઘી છે પરંતુ જ્યારે તમે શરૂઆતમાં કોઈ ઊંચી હાઉસીઝમાં જાઓ છો તો તમને તે ફ્રી આપવામાં આવે છે. MDMA ક્રિસ્ટલ પાણીમાં ભેળવી દેવાય છે અને તમારી જાણકારી વગર તમને આપવામાં આવે છે.
Most popular drug in the film industry is cocaine, it is used in almost all house parties it’s very expensive but in the beginning when you go to the houses of high and mighty it’s given free, MDMA crystals are mixed in water and at times passed on to you without your knowledge.
— Kangana Ranaut (@KanganaTeam) August 26, 2020
બોલિવૂડ હસ્તીઓને ન ગમ્યું કંગનાનું નિવેદન
કંગના રનૌતે મુંબઇને લઈને જે ટ્વીટ કરી તેના પર અનેક હસ્તીઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. રેણુકા શહાણે, દિયા મિર્ઝા, ફરહા ખાન અલી, રિતીશ દેશમુખ, અને સોનુ સૂદે મુંબઇ પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે