વલસાડ: કાળમુખા ટ્રકે હસતા રમતા પરિવારનો માળો પીંખી નાખ્યો, 5ના ઘટનાસ્થળે જ મોત
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર આજે જાણે કાળચક્ર ફરી ગયું હોય તેમ એક ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોના કમકમાટીભર્યા મોત નિપજયા હતા. પૂર ઝડપે હાઇવે પર દોડી રહેલા એક કાળમુખી ટ્રકે બાઈક પર જઈ રહેલા એક પરિવારને જોરદાર ટક્કર મારતા સ્થળ પર જ બાઇક પર સવાર માતા પિતા અને બે બાળકીઓના કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે 9 મહિના માસુમ બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો. ભોગ બનેલ પરિવાર નવસારી જિલ્લાના ગણદેવીમાં રહેતો હતો. ગણદેવી નજીક રહેતા અને વસુધરા ડેરીમાં કામ કરતા અજયભાઈ દલપત ભાઈ નામનાં વ્યક્તિ કોઈ કામ અર્થે એક બાઈક પર પોતાના પરિવાર સાથે નીકળ્યા હતા.
Trending Photos
જય પટેલ/વલસાડ: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર આજે જાણે કાળચક્ર ફરી ગયું હોય તેમ એક ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોના કમકમાટીભર્યા મોત નિપજયા હતા. પૂર ઝડપે હાઇવે પર દોડી રહેલા એક કાળમુખી ટ્રકે બાઈક પર જઈ રહેલા એક પરિવારને જોરદાર ટક્કર મારતા સ્થળ પર જ બાઇક પર સવાર માતા પિતા અને બે બાળકીઓના કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે 9 મહિના માસુમ બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો. ભોગ બનેલ પરિવાર નવસારી જિલ્લાના ગણદેવીમાં રહેતો હતો. ગણદેવી નજીક રહેતા અને વસુધરા ડેરીમાં કામ કરતા અજયભાઈ દલપત ભાઈ નામનાં વ્યક્તિ કોઈ કામ અર્થે એક બાઈક પર પોતાના પરિવાર સાથે નીકળ્યા હતા.
તેઓ ગણદેવીથી વલસાડ તરફ કોઈ કામ અર્થે આવ્યા હતા. બાઈક પર મૃતક અજયભાઈ દલપતભાઈ અને તેમના પત્ની સાથે બે બાળકીઓ અને એક 9 મહિનાનું બાળક એમ એક જ પરિવારના 5 સભ્યો સવાર હતા. આ પરિવાર એક જ બાઈક પર અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડ સુગર ફેક્ટરી નજીકથી પસાર થઈ રહ્યા હતા.તે સમયે હાઇવે પરથી બેફામ દોડી રહેલા એક ટ્રકે બાઇક પર જઇ રહેલા પરિવારને જોરદાર ટક્કર મારી હતી. જેથી ટક્કરમાં ગંભીર રીતે ઘાયલ થતાં બાઈક પર સવાર ઘરના મોભી અજયભાઈ અને તેમના પત્ની સાથે તેમની બે બાળકીઓનું પણ ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
જ્યારે તેમનું 9 મહિના એક બાળકનો ચમત્કારીક બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. અકસ્માતમાં એક સાથે એક જ પરિવારના 4 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજવાની જાણ થતા જ વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપ સિંહ ઝાલા અને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. અકસ્માત સર્જયા બાદ ટ્રકચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. જો કે પોલીસે ફરાર ટ્રક ચાલકને પણ ગણતરીના સમયમાં જ ઝડપી લીધો છે.આ અકસ્માતમાં મોતને ભેટેલા એક જ પરિવારના સભ્યોના મૃતદેહના પોસ્ટમોર્ટમ કરાવવા અને તેમના સ્વજનોને જાણ કરવા સહિત પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આજે વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ફરી વળેલા કાળચક્રએ એક હર્યા ભર્યા પરિવારનો માળો વિખી નાખ્યો હતો. જેને કારણે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાઇ ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે