SHOLAY ના સાંભાની દીકરી બની ગઈ ફિલ્મ ડાયરેક્ટર! લૂકમાં પણ હીરોઈનથી કમ નથી
શોલે ફિલ્મમાં સાંભાનો કિરદાર નીભાવનાર મૈક મોહનને ગુજર્યાને દાયકો થયો છે. પરંતું, હવે તેમની વિરાસત તેમની દિકરીઓ મંજરી માકિજાની અને વિનતી આગળ વધાવી રહી છે. મંજરીના નિર્દેશન હેઠળ બનેલી અમેરિકન-ઈન્ડિયન ફિલ્મ સ્કેટર ગર્લ (SKATER GIRL) થોડાં સમય પહેલાં જ (નેટફ્લિક્સ) NETFLIX પર રિલીઝ થઈ છે. ફિલ્મને ક્રિટિક્સ તરફથી સારો રિસ્પૉન્સ મળ્યા છે. તો ચાલો જાણીએ મંજરી વિશે જે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનો નવો મુકામ બનાવી રહી છે.
Trending Photos
નવી દિલ્લીઃ શોલે ફિલ્મમાં સાંભાનો કિરદાર નીભાવનાર મૈક મોહનને ગુજર્યાને દાયકો થયો છે. પરંતું, હવે તેમની વિરાસત તેમની દિકરીઓ મંજરી માકિજાની અને વિનતી આગળ વધાવી રહી છે. મંજરીના નિર્દેશન હેઠળ બનેલી અમેરિકન-ઈન્ડિયન ફિલ્મ સ્કેટર ગર્લ (SKATER GIRL) થોડાં સમય પહેલાં જ (નેટફ્લિક્સ) NETFLIX પર રિલીઝ થઈ છે. ફિલ્મને ક્રિટિક્સ તરફથી સારો રિસ્પૉન્સ મળ્યા છે. તો ચાલો જાણીએ મંજરી વિશે જે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનો નવો મુકામ બનાવી રહી છે.
મંજરી એક રાયટર, ડાયરેક્ટર અને પ્રૉડ્યુસર છે. તેમને તેની શોર્ટ ફિલ્મ દ લાસ્ટ માર્બલ (THE LAST MARBLE) માટે ખૂહ સરાહના મળી છે. મંજરીએ વેક અપ સીડ (WAKE UP SID), સાત ખૂન માફ જેવી ફિલ્મોમાં આસ્સિટન્ટ ડાયરેક્ટર (ASSITANT DIRECTOR) તરીકે કામ કર્યું છે. સાથે સાથે મંજરીએ ઘણી હૉલીવૂડ પ્રૉજેક્ટ્સમાં પણ કામ કર્યું છે. જેમાં, લીલી દ વિચ (LILLY THE WITCH), ગાંધી ઑફ ધ મંથ (GANDHI OF THE MONTH)માં કામ કર્યું છે. જ્યારે, હૉલીવૂડના ફેમસ ડાયરેક્ટર-પ્રોડ્યુસર ક્રિસ્ટોફર નોલનની ડંર્કિક (DANKIRK), દ ડાર્ક નાઈટ રાઈઝીસ (THE DARK KNIGHT RISES), વંડર વૂમન (WONDER WOMAN), મિશન ઈમ્પૉસિબલ (MISSION IMPOSSIBLE) જેવી ફિલ્મોમાં આસ્સિટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે.
મંજરીની શોર્ટ ફિલ્મ દ લાસ્ટ માર્બલ (THE LAST MARBLE) માટે 2014માં દાદા સાહેબ ફાલ્કે ફિલ્મ ફેસ્ટીવલમાં બેસ્ટ ફિલ્મ માટે નૉમિનેટ કરવામાં આવી હતી. જ્યારે, ન્યૂયોર્ક ફિલ્મ ફેસ્ટીવલ અને કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં પણ આ ફિલ્મ પહોંચી હતી. મંજરી એક્ટ્રેસ રવીના ટંડનની બહેન છે. મૈક મોહન અને રવીનાની માતા ભાઈ-બહેન હતા. મૈક મોહન રવીના ટંડનના મામા હતા. સોશિયલ મીડિયા પર મંજરી અને રવીનાના ફેમિલી ફોટો પણ જોવા મળે છે.
સ્કેટર ગર્લમાં મંજરી એક સારી સ્ટોરી લોકો સામે મુકી છે. ફિલ્મ સ્કેટિંગના સપના જોતી એક છોકરી પર બની છે. જેણે ઘર-સમાજની વિચારધારાથી અલગ જઈને પોતાનું કરિયર બનાવ્યું છે. ફિલ્મનું નિર્દેશન મંજરીએ પોતે કર્યું છે. મંજરી સાથે તેની બહેન વિનતીએ પણ આ ફિલ્મમાં તેને આસ્સિટ કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે