Troll: બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસે પહેર્યો એવો અતરંગી ડ્રેસ, યુઝર્સે કહ્યું- 'ઝેબ્રા ક્રોસિંગ'

Shilpa Shetty: શિલ્પા શેટ્ટી એક એવોર્ડ ફંક્શનમાં ગ્લેમરસ સ્ટાઈલમાં પહોંચી હતી. એક્ટ્રેસે બ્લેક એન્ડ વ્હાઇટ સ્ટ્રાઇપ્સવાળો ડ્રેસ પહેર્યો હતો, પરંતુ હવે તે આ આઉટફિટ માટે ટ્રોલ થઈ રહી છે.

Troll: બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસે પહેર્યો એવો અતરંગી ડ્રેસ, યુઝર્સે કહ્યું- 'ઝેબ્રા ક્રોસિંગ'

Shilpa Shetty Troll: શિલ્પા શેટ્ટી કુન્દ્રા હંમેશા એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. બોલિવૂડની સૌથી ફિટ અભિનેત્રીઓમાંની એક, શિલ્પા એક એવોર્ડ ફંક્શનમાં સ્ટાઇલિશ અવતારમાં જોવા મળી હતી. જો કે એક્ટ્રેસ હવે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. શિલ્પાને તેના આઉટફિટ માટે ટ્રોલ કરવામાં આવી રહી છે.

બ્લેક એન્ડ વ્હાઇટ સ્ટ્રાઇપ્સ આઉટફિટ
શિલ્પા શેટ્ટી ટૂ પીસ બ્લેક એન્ડ વ્હાઇટ સ્ટ્રાઇપ્સવાળો આઉટફિટ પહેરીને ઇવેન્ટમાં પહોંચી હતી. તેણે ગોલ્ડ નેકલેસ અને ન્યૂડ મેકઅપ અને રેડ લિપ શેડ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. વેન્યુ પર જતા પહેલા એક્ટ્રેસે કેમેરા સામે સ્માઈલ કરી કિલર પોઝ પણ આપ્યા હતા. કેટલાક લોકોને શિલ્પાનો આ આઉટફિટ ખુબ પસંદ આવ્યો ત્યારે કેટલાક લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે..

ટ્રોલિંગ 
સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહેલી શિલ્પા શેટ્ટી માટે એક યુઝરે લખ્યું કે, પાર્ટીમાં ઝેબ્રા. અન્ય એક યુઝરે કમેન્ટ કરી હતી કે, "આ મેટ ગાલાની ફિલિંગ લઈ રહી છે!" બીજાએ કહ્યું, "ઝેબ્રા ક્રોસિંગ!". જોકે કેટલાક ફેન્સે એક્ટ્રેસના લુકના વખાણ પણ કર્યા હતા.

No description available.
No description available.
No description available.

શિલ્પા શેટ્ટી વર્ક ફ્રન્ટ
શિલ્પા શેટ્ટીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં 'KD - ધ ડેવિલ'માં જોવા મળશે. આ ફિલ્મમાં તે સત્યવતીનું પાત્ર ભજવશે. ઉગાદીના અવસર પર અભિનેત્રીએ તેના કિરદારનો ફર્સ્ટ લુક શેર કર્યો હતો. આ ફિલ્મમાં સંજય દત્ત પણ નેગેટિવ રોલમાં જોવા મળશે. 

આ પણ વાંચો:
અજબ પ્રેમ કી ગજબ કહાની! યુવકને યુવતી સાથે ભાગવું ભારે પડ્યું! આખી જિંદગી યાદ રહેશે
રાશિફળ 08 મે: આ જાતકો પર રહેશે ભોલેનાથની અપાર કૃપા, અટકેલા કામ પાર પડશે

ખળભળાટ! ગુજરાતમાં 5 વર્ષની અંદર 40 હજારથી વધુ મહિલાઓ ગુમ,NCRBના આંકડામાં મોટો ખુલાસો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news