Sherlyn Chopra એ Sajid Khan પર લગાવ્યો ગંભીર આરોપ, સામે નિકાળ્યો હતો Private Part

ફિલ્મમેકર સાજિદ ખાન (Sajid Khan) પર એક નવો આરોપ લાગ્યો છે. આ આરોપ એક્ટ્રેસ શર્લિન ચોપડા (Sherlyn Chopra)એ લગાવ્યો છે. શર્લિને પોતાની વાત રાખવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. તેમણે જણાવ્યું કે એક મુલાકાત દરમિયાન સાજિદ ખાને તેમની સાથે કયા પ્રકારની હરકત કરી હતી. શર્લિન ચોપડાએ જણાવ્યું કે 6 વર્ષ પહેલાં તેમની આ મુલાકાત થઇ હતી. આ દરમિયાન સાજિદ ખાનનું વલણ એકદમ ખરાબ હતું. 
Sherlyn Chopra એ Sajid Khan પર લગાવ્યો ગંભીર આરોપ, સામે નિકાળ્યો હતો Private Part

નવી દિલ્હી: ફિલ્મમેકર સાજિદ ખાન (Sajid Khan) પર એક નવો આરોપ લાગ્યો છે. આ આરોપ એક્ટ્રેસ શર્લિન ચોપડા (Sherlyn Chopra)એ લગાવ્યો છે. શર્લિને પોતાની વાત રાખવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. તેમણે જણાવ્યું કે એક મુલાકાત દરમિયાન સાજિદ ખાને તેમની સાથે કયા પ્રકારની હરકત કરી હતી. શર્લિન ચોપડાએ જણાવ્યું કે 6 વર્ષ પહેલાં તેમની આ મુલાકાત થઇ હતી. આ દરમિયાન સાજિદ ખાનનું વલણ એકદમ ખરાબ હતું. 

શર્લિન ખાને કહી આ વાત
શર્લિન ચોપડા (Sherlyn Chopra)એ ટ્વીટ કરીને કહ્યું 'જ્યારે પિતાના મોતના થોડા દિવસો બાદ મેં એપ્રિલ 2015માં સાજિદ ખાન (Sajid Khan) સાથે મુલાકાત કરી તો તેમણે પોતાના પેન્ટમાંથી પોતાનો પ્રાઇવેટ પાર્ટ કાઢીને કહ્યું કે તેને ફીલ કરો. મને યાદ છે કે મેં તેમને કહ્યું કે મને ખબર છે કે પ્રાઇવેટ પાર્ટ કેવો હોય છે અને મારો તેમને મળવાનો ઉદ્દેશ્ય એવો બિલકુલ પણ ન હતો. 
S Chopra

એક્ટ્રેસ જિયા ખાનની બહેને પણ લગાવ્યો ગંભીર આરોપ
તમને જણાવી દઇએ કે જિયા ખાન ખાન (Jiah Khan)ની બહેન કરિશ્મા (Karishma)ના ઘણા ખુલાસા કર્યા છે. તેમણે બીબીસીને આપેલા ઇન્ટરવ્યુંમાં જણાવ્યું કે તેમની બહેનનું ડાયરેક્ટર સાજિદ ખાને શારીરિક શોષણ (Sexually Harassed) કર્યું હતું. સાજિદ ખાને એક્ટ્રેસને ટોપલેસ થવા માટે કહ્યું હતું. તમને જણાવી દઇએ કે સાજિદ ખાન (Sajid Khan) પર પહેલાં પણ શારીરિક શોષણના આરોપ લાગતા રહ્યા છે. જિયા ખાનની બહેન કરિશ્મા આવો આરોપ લગાવનાર 7મી મહિલા છે. એવામાં હવે શર્લિનનું નામ પણ આ લિસ્ટમાં જોડાઇ ગયું છે.  

આ ફિલ્મ દરમિયાન થઇ હતી ઘટના
અભિનેત્રી જિયા ખાન (Jiah Khan) એ સાજિદ ખાન (Sajid Khan)ની મલ્ટીસ્ટાર ફિલ્મ 'હાઉસફૂલ'માં કામ કર્યું હતું. કરિશ્માએ જણાવ્યું કે 'ફિલ્મનું રિહર્સલ ચાલી રહ્યું હતું અને સાજિદ ખાન (Sajid Khan)એ જિયાને કહ્યું કે તે ટોપ અને બ્રા ઉતારે. જિયાને સમજાયું નહી કે તે શું કરે. તેણે મને જણાવતાં કહ્યું હતું કે તે ફિલ્મ હજુ સુધી શરૂ પણ થઇ ન હતી અને આ બધુ થઇ રહ્યું છે. 

કરિશ્માએ કર્યો દાવો
કરિશ્મા (Karishma)નું માનીએ તો સાજિદ ખાન (Sajid Khan)એ જિયા ખાન (Jiah Khan)ને ફિલ્મ છોડવાની લીગલ એક્શન લેવાની ધમકી આપી હતી. આ જણાવતાં કરિશ્માએ કહ્યું કે 'તેણે મને જણાવ્યું કે હું એક કોન્ટ્રાક્ટમાં છું અને જો હું ફિલ્મ છોડું છું તો તે મારા પર કેસ કરી દેશે અને મારું નામ ઇંડસ્ટ્રીમાં ખરાબ થઇ જશે. જો હું ફિલ્મ સાથે જોડાયેલી રહીશ તો મારું શારીરિક શોષણ કરવામાં આવશે. તેના માટે ફક્ત હારવાની સિચુએશન હતી. એટલા માટે તેણે આ ફિલ્મ કરવાનું પસંદ કર્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news