ચારેતરફથી નારાજગી વ્હોરી લીધા બાદ WhatsApp ને થયું મોટું નુકસાન

ચારેતરફથી નારાજગી વ્હોરી લીધા બાદ WhatsApp ને થયું મોટું નુકસાન
  • પોલિસી પોલિસી અંતર્ગત ભારતમાં માત્ર 18 ટકા યુઝર્સ જ Whatsapp નો ઉપયોગ કરવા માંગે છે
  • વી પ્રાઈવસી પોલિસી આવ્યા બાદ લોકોએ Whatsapp નો બહિષ્કાર કરવાનું શરૂ કર્યું

નવી દિલ્હી/બ્યૂરો :પ્રાઈવસી પોલિસી (Privacy Policy) માં કરવામાં આવેલ મોટા બદલાવને લઈને વોટ્સએપ (WhatsApp) ને ચારેતરફથી નારાજગીનો સામનો કરવો પડ્યો છે અને આ બાબત કંપની માટે નવી મુસીબત બની ગઈ છે. વોટ્સએપ નવી પોલિસીને લઈને સતત સ્પષ્ટતા કરી રહ્યું અને પોલિસીને હાલ પૂરતું 15 મે સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. પરંતુ આ છતાં મોટાભાગના ભારતીય યુઝર્સ વોટ્સએપથી અંતર બનાવી રહ્યાં છે.

માત્ર 18 ટકા યુઝર્સ વોટ્સએપ યુઝ કરવા માંગે છે
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોકલ સર્કલ (Localcircles) દ્વારા કરવામાં આવેલ એક સરવે અનુસાર, પોલિસી પોલિસી અંતર્ગત ભારતમાં માત્ર 18 ટકા યુઝર્સ જ Whatsapp નો ઉપયોગ કરવા માંગે છે અને 36 ટકા યુઝર્સનું કહેવું છે કે, તેઓએ વોટ્સએપનો ઉપયોગ કરવાનું બહુ જ ઓછું કરી દીધું છે. આ ઉપરાંત 15 ટકા યુઝર્સનું કહેવું છે કે, Whatsapp નો ઉપયોગ કરવાનું બંધ કરવા જઈ રહ્યાં છે, જ્યારે કે, 24 ટકા યુઝર્સ બીજા પ્લેટફોર્મ પર સ્વીચ કરવા માંગે છે. 

આ પણ વાંચો : અમદાવાદીઓએ કોરોનાને હંફાવ્યો, ખાનગી હોસ્પિટલોમાં 94% બેડ ખાલી

91 ટકા લોકો પેમેન્ટ સર્વિસનો ઉપયોગ નહિ કરે
સરવેમાં એ વાતનો પણ ખુલાસો થયો છે કે, 91 ટકા યુઝર્સ વોટ્સએપ પેમેન્ટ સર્વિસ (Whatsapp Payment Service) નો ઉપયોગ કરવા માંગતા નથી. યુઝર્સનું કહેવું છે કે, વોટ્સએપ પેમેન્ટ અને ટ્રાન્ઝેક્શનની સૂચના ફેસબુકી સાથે કરે છે તેઓ તેના પેમેન્ટના ફીચરનો ઉપયોગ નહિ કરે.

24 હજાર લોકોનો સરવે
Whatsapp પર કરવામાં આવેલ સરવેમાં 24 હજારથી વધુ લોકોની પ્રતિક્રિયા મળી છે અને આ સરવે દેશના 244 જિલ્લાઓમાં કરવામાં આવ્યો છે. જોકે, ભારતમાં જ વોટ્સએપ યુઝર્સ (Whatsapp Users) ની સંખ્યા 40 કરોડથી વધુ છે. 

આ પણ વાંચો : PM મોદીનો નિર્ણય, સોમનાથ નજીકના સ્કંદ પુરાણના ઈતિહાસને જીવંત કરાશે 

7 દિવસમાં 35 ટકા ઘટ્યું ડાઉનલોડ
નવી પ્રાઈવસી પોલિસી આવ્યા બાદ લોકોએ Whatsapp નો બહિષ્કાર કરવાનું શરૂ કર્યું છે અને માત્ર 7 દિવસોમાં જ ભારતમાં 35 ટકા સુધી ઓછું ડાઉનલોડ થયુ છે. 1 થી 5 જાન્યુઆરીની વચ્ચે વોટ્સએપ ડાઉનલોડ 20 લાખ હતું, જે ઘટીને 13 લાખ થઈ ગયું છે. તો સિગ્નલ (Signal) અને ટેલિગ્રામ (Telegram) ને ખૂબ પસંદ કરવામાં આવે છે. 1 થી 5 જાન્યુઆરીની વચ્ચે સિગ્નલ ડાઉનલોડ 24 હજાર હતું, તો તે 6 થી 10 જાન્યુઆરીની વચ્ચે વધીને 23 લાખ થઈ ગયું છે. આ સમયગાળામાં ટેલિગ્રામનું ડાઈનલોડ 13 લાખથી વધીને 15 લાખ થઈ ગયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news