B'day SPL: શમ્મી કપૂરે ચોરી-છુપે કર્યા હતા પહેલા લગ્ન, લિપસ્ટિકથી ભરી હતી પત્નીની માંગ
બોલીવુડના રોમૅન્ટિક એક્ટરના રૂપમાં જાણીતા શમ્મી એક સારા ડાન્સર પણ હતા. તેમનું આખુ નામ શમશેર રાજ કપૂર હતું. શમ્મી કપૂરે એક્ટ્રેસ ગીતા બાલી સાથે ચોરી-છુપે લવ મેરેજ કર્યા હતા.
Trending Photos
નવી દિલ્હી: શમ્મી કપૂરનો જન્મ 21 ઓક્ટોબર 1931 મુંબઇમાં થયો હતો. બોલીવુડના રોમૅન્ટિક એક્ટરના રૂપમાં જાણીતા શમ્મી એક સારા ડાન્સર પણ હતા. તેમનું આખુ નામ શમશેર રાજ કપૂર હતું. શમ્મી કપૂરે એક્ટ્રેસ ગીતા બાલી સાથે ચોરી-છુપે લવ મેરેજ કર્યા હતા. તેના થાડા વર્ષ બાદ જ પત્નીનું અકાળે મૃત્યુ બાદ શમ્મી ખરાબ રીતે તૂટી ગયા હતા. પરિવારના સમજાવ્યા બાદ તેઓ વિચિત્ર શરત સાથે બીજા લગ્ન કરવા તૈયાર થાય હતા. જાણો બર્થ એનિવર્સરી પર શમ્મી કરપૂની લાઇફ સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓ...
શમ્મી કપૂરની ગીતા બાલી સાથે પહેલી વખત ‘કોફી હાઉસ’ ફિલ્મના સેટ પર મુલાકાત થઇ હતી. ત્યારબાદ બન્નેએ ‘રંગીન રાતે’ ફિલ્મમાં સાથે કરામ કર્યું હતું. જ્યાં તેમની મુલાકાત પ્રેમમાં બદલાઇ ગઇ હતી. આ વચ્ચે એક દિવસ ફિલ્મના શૂટિંગ દરમિયાન શમ્મીને ગીતાએ લગ્ન માટે હા કીધુ અને કહ્યું કે તેને આજે જ સાત ફેરા લેવા પડશે. ત્યારબાદ ઉતાવળે બન્ને મંદિરમાં પહોંચ્યા, જ્યાં પુરાજીએ તેમના લગ્ન કરાવ્યા હતા, પરંતુ ત્યાં માંગ ભરવા માટે સિંદૂર હતું નહી તો લિપસ્ટિકથી જ શમ્મીએ ગીતાની માંગ ભરી હતી.
(પૃથ્વીરાજ કપૂર તેમના દિકરા રાજ કપૂર, શમ્મી કપૂર અને શશિ કપૂર, ફોટોસાભાર: Twitter)
ચોરી-છુપે કર્યા હતા લગ્ન
શમ્મી કપૂરના લગ્ન પરિવારજનોની ઇચ્છા વગર કર્યા હતા. હકીકતમાં, કપૂર પરિવારમાં પ્રથા ચાલી રહી હતી કે તેના પરિવારના કોઈ પણ સભ્ય અભિનેત્રી સાથે લગ્ન કરશે નહીં, પરંતુ શમ્મી કપૂરે આ પ્રથાને તોડી ચોરી-છુપે લગ્ન કર્યા હતા. જેનાથી તેમના પિતા પૃથ્વીરાજ કપૂર ક્યારેય રાજી ન હતા. જોકે, થોડા સમય પછી પૂત્ર અને પૂત્રવધુને કપૂર પરિવારે સ્વીકારી લીધા હતા. થોડા સમય બાદ ગીતાએ એક પુત્ર આદિત્ય અને પુત્રી કંચનનો જન્મ આપ્યો હતો.
વાંચવા માટે ક્લિક કરો: ટીવી સ્ટાર સાક્ષી તન્વરના ઘરે આવી નાની પરી, બની એક દીકરીની માં
ગીતા બાલીનું અવસાન
લગ્નના 10 વર્ષ બાદ ગીતા બાલી શીતળા રોગથી પીડાતી હતી અને સારવાર દરમિયાન 1965માં તેમનું મોત થયું હતું. આ દુ:ખથી શમ્મી કપૂર ખરાબ રીતે તુટી ગયા હતા. તેમણે ખાવા-પીવાનું ધ્યાન ન રાખ્યું, પરિણામ સ્વરૂપે, તેનું શરીર નબળું થવાનું શરૂ થયું. જો કે, આઘાતમાંથી બહાર નીકળવા માટે તેઓએ પોતાને ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત રાખવા લાગ્યા હતા.
(પત્ની ગીતા બાલી અને બાળકો સાથે શમ્મી કપૂર, ફોટોસાભાર: Twitter)
વાંચવા માટે ક્લિક કરો: અમૃતસર દૂર્ઘટના: આલિયા ભટ્ટે ગુસ્સામાં કહ્યું, ‘બેદરકારીનું ઉદાહરણ છે આ ઘટના’
મુમતાઝને કર્યું પ્રપોઝ
પત્નીના મોતથી આઘાતમાં શમ્મી કપૂરે બીજા લગ્ન કરવા તૈયાર ન હતા. પરિવારજનોએ તેમના બાળકોને ભવિષ્યને ધ્યાનમાં રાખી બીજા લગ્ન કરવાની સલાહ આપી હતી. આ વચ્ચે ફિલ્મ ‘બ્રહ્મચારી’ના શૂટિંગ દરમિયાન શમ્મી કપૂર અને મુમતાઝ વચ્ચે નિકટતા વધવા લાગી હતી. સમાચારોના અનુસાર શમ્મીએ મુમતાઝને લગ્ન માટે પ્રપોઝ પણ કર્યું હતું. પરંતુ 18 વર્ષની જાણીતી કલાકારે પોતાનાથી 20 વર્ષ મોટા શમ્મી કપૂર સાથે લગ્નના બંધનમાં બંધાવવા માટે ના પાડી હતી. તેનું કારણ હતું કે મુમતાઝ લગ્ન કરી તેમના કરિયરને દાવ પર લગાવવા માંગતી ન હતી. કેમ કે શમ્મી સાથે લગ્ન બાદ તેમને તેમનું કામ છોડી દેવું પડતું.
(પત્ની નિલા દેવી સાથે શમ્મી કપૂર, ફોટોસાભાર: PTI)
નીલા દેવી સાથે કર્યા શરતી લગ્ન
ગીતાના અવસાનના ચાર વર્ષ બાદ શમ્મી કપૂરે બીજા લગ્ન કરવા માટે હા પાડી હતી. તેમના લગ્ન ભાવનગરમાં રહેતી નીલા દેવી સાથે નક્કી થયા હતા. પરંતુ નીલાની સામે શમ્મીએ શરત મુકી હતી કે તેઓ ક્યારે પર બાળકને જન્મ નહીં આપે, તેમના ગીતાના બાળકો (આદિત્ય અને કંચન)ની સારસંભાળ રાખવી પડશે. નીલાએ આ શરત સ્વિકારી લીધી હતી. ત્યારબાદ બન્નેએ 27 જાન્યૂઆરી 1969માં લગ્નના બંધનમાં જોડાયા હતા.
વાંચવા માટે ક્લિક કરો: જાણો કેમ ઇમોશનલ થયો કરણ જોહર, કહ્યું- ‘ગર્વ છે મારા સ્ટૂડેન્ટ્સ પર’
22 વર્ષની ઉંમરમાં પ્રથમ ફિલ્મ
શમ્મી કપૂરે 22 વર્ષની ઉંમરમાં ફિલ્મ એક્ટર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમની પ્રથમ ફિલ્મ ‘જીવન જ્યોતિ’ 1953માં આવી હતી. ત્યારબાદ શમ્મીએ નકાબ (1954), હમ સબ ચોર હૈ (1956), ઉજાલા (1958), એન ઇવનિંગ ઇન પેરિસ (1967), પ્રિન્સ (1968), સચ્ચાઇ (1969) અને અંદાજ (1970) સહીત ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.
ફિલ્મોથી લાંબા સમયથી દુર શમ્મી કપૂરને કિડની રોગના કારણે 7 ઓગસ્ટે મુંબઇના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં 7 દિવસ બાદ 14 ઓગ્સટ 2011માં તેમનું નિધન થયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે