ફાઇનલ : આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી લેશે શાહરૂખનો દીકરો આર્યન !

ફિલ્મોમાં આવતા પહેલાં આર્યન સોશિયલ મીડિયામાં બહુ લોકપ્રિય થઈ ગયો છે

ફાઇનલ : આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી લેશે શાહરૂખનો દીકરો આર્યન !

નવી દિલ્હી : ફિલ્મ  ‘ધ લાયન કિંગ’ હિંદીમાં સુપરસ્ટાર શાહરૂખ ખાન કિંગ મુફસા અને તેનો દીકરો આર્યન સિમ્બાના પાત્રને અવાજ આપશે. શાહરુખ ખાને એક નિવેદનમાં કહ્યું છે કે 'ધ લાયન કિંગ એવી ફિલ્મ છે જે દરેક પરિવારને પસંદ કરે છે. એક પિતા તરીકે હું મુફસા અને સિમ્બાના સંબંધને અનુભવી શકું છું. તેમની સાથે જોડાવાની તક ખાસ છે. હું અને અબરામ એનો હિસ્સો છે એ જાણીને હું બહુ ઉત્સાહી છું.’’ 

— Walt Disney Studios (@disneyfilmindia) June 17, 2019

‘ડિઝની ઇન્ડિયા’ના ટોચના અધિકારી વિક્રમ દુગ્ગલે પણ કહ્યું છે કે કોઈ પ્રોજેક્ટ માટે શાહરુખ અને તેના દીકરાને સાથે લાવવાનું કામ ખાસ છે. આ ફિલ્મ 19 જુલાઈએ અંગ્રેજી, હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થશે. આર્યન ફિલ્મોમાં આવતા પહેલાં જ સોશિયલ મીડિયા પર બહુ લોકપ્રિય થયો છે. ઇન્સ્ટાગ્રામ પર આર્યનના 9 લાખ કરતા વધારે ફોલોઅર્સ છે. આર્યનના નામે અનેક ફેન ક્લબ પેજ બનેલા છે. હાલમાં આર્યન યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાથી ફિલ્મમેકિંગનો કોર્સ કરી રહ્યો છે. 

— Shah Rukh Khan (@iamsrk) June 16, 2019

હાલમાં ડેક્કન ક્રોનિકલ્સે બોની કપૂરના પરિવારના એક નજીકના મિત્ર પાસેથી માહિતી મેળવીને સમાચાર આપ્યા છે કે જાન્હવી પછી ખુશી બહુ જલ્દી બોલિવૂડમાં એન્ટ્રી લેવાની છે. મળતી માહિતી પ્રમાણે ખુશી બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની પહેલી હિરોઇન બનીને બોલિવૂડમાં એન્ટ્રી લેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news