Besharam Rang Controversy: દીપિકાની બિકિની પર બબાલ તો ફિલ્મના નામ પર ઘમાસાણ, રિલીઝ પહેલા વિવાદોમાં 'પઠાણ'

Pathaan Movie Controversy: પઠાણ ફિલ્મનું ગીત બેશર્મ રંગ રિલીઝ થયું તો તેના પર વિવાદ શરૂ થઈ ગયો છે. બોલ્ડનેસની સાથે દીપિકાની બિકિનીના રંગ પર પણ જબરદસ્ત હંગામો શરૂ થઈ ગયો છે. 

Besharam Rang Controversy: દીપિકાની બિકિની પર બબાલ તો ફિલ્મના નામ પર ઘમાસાણ, રિલીઝ પહેલા વિવાદોમાં 'પઠાણ'

નવી દિલ્હીઃ Besharam Rang Deepika Padukone: કહેવામાં આવે છે કે રંગનો કોઈ ધર્મ હોતો નથી. પરંતુ ભારતના સંદર્ભમાં આ વાત લાગૂ થતી નથી. જ્યારે સમાજ જાતિના આધારે વિભાજિત થાય છે ત્યારે રંગો પણ પરાયા બની જાય છે. ત્યારે તો પઠાણ ફિલ્મના ગીત બેશર્મ રંગમાં દીપિકા પાદુકોણની બિકિનીના રંગ પર હંગામો શરૂ થઈ ગયો છે. અભિનેત્રીને ઓરેન્જ કલરની બિકિની પહેરાવવી ફિલ્મ મેકર્સ માટે ગળાનો ફંદો બની ગયો છે. 2 દિવસ પહેલા રિલીઝ થયેલા આ ગીતને લઈને ખુબ બબાલ શરૂ થઈ ગઈ છે. ક્યારેક તેમાં જોવા મળતા બોલ્ડનેસ શીન પર વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે તો ક્યારેક દીપિકાએ પહેરીલી બિકિની પર અને હવે ચેતવણી આપવામાં આવી છે કે ફિલ્મને રિલીઝ થવા દેવામાં આવશે નહીં. 

MPના ગૃહમંત્રીએ વ્યક્ત કર્યો વિરોધ
આ ગીતને લગતા વિવાદોથી સારી રીતે વાકેફ મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ ખુલ્લેઆમ પોતાનો વાંધો વ્યક્ત કર્યો છે કે જો નિર્માતા-નિર્દેશક ફિલ્મમાં ફેરફાર નહીં કરે તો રાજ્ય સરકાર ફિલ્મની રિલીઝને અટકાવી શકે છે. ફિલ્મ. છે. ગૃહમંચ્રી પ્રમાણે- દૂષિત માનસિકતાની સાથે શૂટ કરવામાં આવેલા ગીત બેશર્મ રંગમાં અભિનેતા અને અભિનેત્રીને વિવાદાસ્પદ રૂપથી લીલા અને ભગવા રંગના કપડા પહેરાવવામાં આવ્યા છે. આ કપડાના રંગ, ગીતના શબ્દો અને ફિલ્મના નામમાં પણ સુધારની જરૂર છે. તો ગીતના ટાઇટલ બેશર્મ રંગને પણ વિવાદાસ્પદ ગણાવ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે જો ફેરફાર નહીં થાય તો ફિલ્મની રિલીઝને લઈને વિચાર કરવામાં આવશે. 

25 જાન્યુઆરીએ રિલીઝ થશે ફિલ્મ
તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ આગામી મહિને 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. 4 વર્ષ બાદ શાહરૂખ મોટા પડદા પર વાપસી કરી રહ્યો છે. તે આ ફિલ્મની સફળતા માટે મક્કાથી લઈને વૈષ્ણો દેવીના પણ દર્શન કરી ચુક્યો છે. પરંતુ બેશરમ ગીત બાદ ફિલ્મ વિવાદોમાં આવી ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news