Mannat New Name Plate Cost: શાહરૂખાને બદલી ઘરની નેમપ્લેટ, કિંમત જાણીને ઉડી જશે હોશ

તાજેતરમાં જ મન્નતની નેટ પ્લેટને ચેંજ કરવામાં આવી છે અને સોશિયલ મીડિયા પર આ નવી નેમ પ્લેટનો ફોટો છવાયેલો છે. આ નેમ પ્લેટ એકદમ સ્ટાઇલિશ અને ક્લાસિસ અંદાજમાં રી ડિઝાઇન કરવામાં આવી છે. તો બીજી તરફ આ નવી નેમ પ્લેટ બાદ તેની કિંમતની પણ ખૂબ ચર્ચા છે.

Mannat New Name Plate Cost: શાહરૂખાને બદલી ઘરની નેમપ્લેટ, કિંમત જાણીને ઉડી જશે હોશ

Shah Rukh Khan Mannat Name Plate: માયાનગરી મુંબઇ સપનાનું શહેર છે અને 3 દાયકા પહેલાં અહીં આવેલા એક વ્યક્તિએ સપનું જોયું હતું આ શહેર પર રાજ કરવાનું અને એક આલીશાન ઘર બનાવવાનું. આ વ્યક્તિ બીજું કોઇ નહી પરંતુ બોલીવુડના બાદશાહ ખાન હતા. અને ફક્ત 10 વર્ષની અંદર જ તેમણે આ સપનાને સાકાર કર્યું. શાહરૂખ ખાનનું ઘર મન્નત મુંબઇનું સૌથી મોંઘું અને આલીશાન ઘર છે અને આ ઘર હાલમાં ખૂબ ચર્ચામાં આવી ગયું છે. 

ડિઝાઇનર છે નેમ પ્લેટ
તાજેતરમાં જ મન્નતની નેટ પ્લેટને ચેંજ કરવામાં આવી છે અને સોશિયલ મીડિયા પર આ નવી નેમ પ્લેટનો ફોટો છવાયેલો છે. આ નેમ પ્લેટ એકદમ સ્ટાઇલિશ અને ક્લાસિસ અંદાજમાં રી ડિઝાઇન કરવામાં આવી છે. તો બીજી તરફ આ નવી નેમ પ્લેટ બાદ તેની કિંમતની પણ ખૂબ ચર્ચા છે. શું તમે જાણો છો કે શાહરૂખ ખાનના ઘરની નેમ પ્લેટની કિંમત (Shahrukh Khan mannat New Name Plate)?

ગૌરી ખાને કરી છે ડિઝાઇન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર શાહરૂખની પત્ની ગૌરી ખાને આ નેમ પ્લેટ ડિઝાઇન કરી છે. ગૌરી ખાન એક જાણિતી ઇંટીરિયર ડિઝાઇનર છે અને આ નેમ પ્લેટને ડિઝાઇન કરતી વખતે તેમણે પતિ શાહરૂખની દરેક પસંદનું ધ્યાન રાખ્યું છે. સમાચારોનું માનીએ તો ગૌરી ખાન લાંબા સમયથી આ નેમ પ્લેટને ચેંજ કરવા વિશે વિચારી રહી હતી અને હવે ફાઇનલી તેમણે એ પણ કરી બતાવ્યું છે. 

e

આટલી છે કિંમત
હવે વાત કરીએ તેની કિંમતની. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો મન્નતની નવી નેમ પ્લેટ 20 થી 25 લાખમાં તૈયાર થઇ છે. આ નેમ પ્લેટને એ પ્રકારે ડિઝાઇન કરવામાં આવી છે કે જે ખાન પરિવારની પર્સનાલિટીને રિફ્લેક્ટ કરે. તો બીજી તરફ જેટલી કિંમતની આ નેમ પ્લેટ છે એટલામાં એક મિડલ ક્લાસ વ્યક્તિ 1 અથવા 2 BHK એપાર્ટમેન્ટ ખરીદી શકે છે તો એક આલિશાન કાર પણ આવી શકે છે. એટલા માટે શાહરૂખ ખાન અને મન્નત ચર્ચામાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news