Shahrukh Khan નો પુત્ર બોલીવુડમાં ડેબ્યૂ માટે તૈયાર, હીરો નહીં પણ આ ભૂમિકામાં દેખાશે આર્યન

શાહરુખ ખાને હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આર્યન ખાનની રુચિ એક્ટિંગમાં નથી. આર્યનને નિર્દેશન અને લેખનનું કામ વધારે પસંદ છે. આર્યન ખાન ઈચ્છે છે કે સીરિઝ માટે એવા કલાકારોની પસંદગી કરવામાં આવે કે જે પાત્ર માટે ફિટ બેસતા હોય. આ જ કારણ છે કે આર્યન લેખન બાદ સીરિઝનાં કલાકારોના કાસ્ટિંગનું કામ જોઈ રહ્યા છે.

  • શાહરુખના પુત્ર આર્યન ખાન લેખક તરીકે કરશે ડેબ્યૂ 

  • વેબ સીરિઝના લેખનનું કામ પૂરું થઈ ગયું છે 

    વર્ષના અંત સુધીમાં વેબ સિરિઝનું શૂટિંગ શરૂ થઈ શકે છે

Trending Photos

Shahrukh Khan નો પુત્ર બોલીવુડમાં ડેબ્યૂ માટે તૈયાર, હીરો નહીં પણ આ ભૂમિકામાં દેખાશે આર્યન

નવી દિલ્લીઃ ડ્ગ્સ વિવાદમાં ફસાયા બાદ શાહરૂખ ખાનનો પુત્ર આર્યન મીડિયાથી લાંબો સમય સુધી દૂર જ રહેવાનો પ્રયાસ કરતો હતો. સૂત્રો એવું પણ કહે છેકે, ખુદ પિતા શાહરૂખ ખાને જ તેના પુત્રને મીડિયા અને વિવાદોથી છુપાવીને રાખવા માટે કેસ બાદ થોડો સમય વિદેશમાં મોકલી દીધો હતો. જોકે, હવે કેસનું કોકડું પણ વળી ચુક્યું છે અને માહોલ પણ ઠંડો પડી ગયો છે. ત્યારે સમય સુચકતા દાખવીને જૂનીયર SRK હવે ફિલ્મી માર્કેટમાં આવી રહ્યો છે. શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન ફિલ્મી ડેબ્યૂ માટે તૈયાર છે એવું કહેવામાં આવી રહ્યું છે. જોકે, એવી પણ વાત સામે આવી છેકે, આર્યન હીરો નહીં પણ કોઈ બીજી ભૂમિકામાં દેખાશે.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aryan Khan (@___aryan___)

 

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શાહરુખ ખાન અને ગૌરી ખાનના પુત્ર આર્યન ખાન મનોરંજનની દુનિયામાં વેબ સીરિઝના માધ્યમથી એન્ટ્રી કરશે. રિપોર્ટ અનુસાર, આર્યન ખાન જલ્દી જ એક વેબ સીરિઝમાં એક્ટર તરીકે નહીં, પણ લેખક તરીકે પોતાનો ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. જણાવવામાં આવે છે કે 24 વર્ષના આર્યને વેબ સીરિઝની સ્ટોરી લખવાનું કામ પૂરું કરી લીધું છે. 

એક રિપોર્ટ અનુસાર, આર્યન ખાનની આ સીરિઝમાં એક્ટર્સની શોધ ચાલી રહી છે. તેમનું લેખનનું કામ પૂરું થઈ ચૂક્યું છે. જણાવવામાં આવે છે કે આર્યન ખાન પોતે જ કાસ્ટિંગ માટે એક્ટર્સની પ્રોફાઇલ્સ તપાસી રહ્યા છે. આર્યન ખાન ઈચ્છે છે કે સીરિઝ માટે એવા કલાકારોની પસંદગી કરવામાં આવે કે જે પાત્ર માટે ફિટ બેસતા હોય. આ જ કારણ છે કે આર્યન લેખન બાદ સીરિઝનાં કલાકારોના કાસ્ટિંગનું કામ જોઈ રહ્યા છે. ઘણા કલાકારો આ સીરિઝ માટે ઓડિશન આપી ચૂક્યા છે. ઘણા કલાકારોનાં નામ પર ચર્ચા ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર, આ વેબસીરિઝનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ જશે. 

હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં શાહરુખ ખાને જણાવ્યું હતું કે આર્યન ખાનની રુચિ એક્ટિંગમાં નથી. આર્યનને નિર્દેશન અને લેખનનું કામ વધારે પસંદ છે. ફિલ્મમેકર બનવા માટે આર્યન ગત ચાર વર્ષોથી મહેનત કરી રહ્યો છે. તે લેખન અને નિર્દેશન સાથે જોડાયેલી વિશિષ્ટતાઓને શીખવાની કોશિશ કરી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news