Kabir Singh Box Office Collection: કબીર સિંહ બોક્સ ઓફિસ પર સુપરહીટ, કમાણી 100 કરોડને પાર

કબીર સિંહ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. શાહિદ કપૂર અભિનીત હિન્દી ફિલ્મ કબીર સિંહ રિલીઝ થયાના પાંચ દિવસમાં જ 100 કરોડ કલ્બમાં આવી ચૂકી છે. પાંચ દિવસમાં આ ફિલ્મે જબરજસ્ત કમાણી કરી છે. 

Kabir Singh Box Office Collection: કબીર સિંહ બોક્સ ઓફિસ પર સુપરહીટ, કમાણી 100 કરોડને પાર

નવી દિલ્હી: શાહિદ કપૂરનો માથા ફરેલ આશિકનો અભિનય ફિલ્મ શોખિનોને પસંદ આવ્યો છે. એમાંય ખાસ કરીને યુવા વર્ગમાં તો શાહિદનો રોલ માથે ચડ્યો છે. ગત શુક્રવારે રિલીઝ હિન્દી ફિલ્મ કબીર સિંહ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. માત્ર પાંચ દિવસમાં જ આ ફિલ્મે 100 કરોડ કરતાં વધુની કમાણી કરી છે. આ ફિલ્મની પહેલા દિવસની કમાણી શાહિદ કપૂરની અત્યારની તમામ ફિલ્મોની ઓપનિંગ કમાણીમાં સૌથી વધુ છે. 

ફિલ્મ સમીક્ષક તરણ આદર્શના અનુસાર કબીર સિંહ ફિલ્મનું પ્રથમ દિવસનું ઓપનિંગ સારૂ રહ્યું હતું. પ્રથમ દિવસે આ ફિલ્મે 20.21 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે આ ફિલ્મે 22.71 કરોડ અને ત્રીજા દિવસે આ ફિલ્મે 27.91 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ચોથા દિવસે આ ફિલ્મે 17.54 કરોડ અને પાંચમા દિવસે તો આ ફિલ્મ 100 કરોડ ક્લબમાં પણ આવી ચૂકી છે. માત્ર પાંચ દિવસમાં આ ફિલ્મે 100 કરોડ કરતાં વધુની કમાણી લીધી છે. 

— taran adarsh (@taran_adarsh) June 26, 2019

મંગળવારે ચાલુ દિવસ હોવા છતાં આ ફિલ્મે 16.53 કરોડ રૂપિયાની બમ્પર કમાણી કરી છે. ફિલ્મની અત્યાર સુધીની કુલ કમાણી 104.90 કરોડ રૂપિયા થઇ છે. 

— taran adarsh (@taran_adarsh) June 26, 2019

ઓછા દિવસમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરવામાં આ ફિલ્મ બીજા નંબરે છે. કબીર સિંહે પાંચ દિવસમાં 100 કરોડ રૂપિયા કમાણી કરી છે. જ્યારે સલમાન ખાનની ભારતે માત્ર ચાર દિવસમાં 100 કરોડની કમાણી કરી હતી. 

BOX OFFICE पर शाहिद कपूर ने उड़ाया गर्दा, तीन दिन में बटोर लिए इतने करोड़

આપને જણાવીએ કે, કબીર સિંહ સાઉથ સુરસ્ટાર વિજય દેવરકોંડાની હિટ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રિમેક છે. તેલુગૂમાં આ ફિલ્મ સંદીપ વાંગા રેડ્ડીએ ડાયરેક્ટ કરી હતી અને આ હિન્દી ફિલ્મને પણ એમણે જ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર અને કિયારા અડવાણી ઉપરાંત સોહમ મજૂમદાર, અર્જન બાજવા, સુરેશ ઓબેરોય, કામિની કૌશલ અને નિકિતા દત્તા મહત્વની ભૂમિકામાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news