પ્રિયંકાના રિસેપ્શનમાં પહોંચ્યો એવો એક્સ પ્રેમી જેના વિશે મનાતું હતું કે...નહીં જ આવે

બોલિવૂડના નવદંપતિ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે મુંબઈમાં બોલિવૂડ માટે રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યુ હતું

પ્રિયંકાના રિસેપ્શનમાં પહોંચ્યો એવો એક્સ પ્રેમી જેના વિશે મનાતું હતું કે...નહીં જ આવે

મુંબઈ : બોલિવૂડના નવદંપતિ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે મુંબઈમાં બોલિવૂડ માટે રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યુ હતું. નિક અને પ્રિયંકાનું મુંબઈમાં આ બીજું રિસેપ્શન હતું. આ પાર્ટીનું આયોજન મુંબઈની હોટલ લેન્ડ્સ એન્ડમાં કરવામાં આવ્યું હતું જેમાં બોલિવૂડના સ્ટાર્સ પહોંચ્યા હતા. આ પાર્ટીમાં પ્રિયંકા અને નિક કોકટેલ લુકમાં જોવા મળ્યા હતા. 19 ડિસેમ્બર પ્રિયંકા અને નિકે મીડિયા તેમજ પરિવારજનો માટે જેડબલ્યુ મેરિયટમાં રિસેપ્શન રાખ્યું હતું. આ પહેલાં પ્રિયંકા અને નિક દિલ્હીમાં રિસેપ્શન રાખી ચૂક્યા છે. 

પ્રિયંકાના રિસેપ્શનમાં સલમાને હાજરી આપતા બધાને નવાઈ લાગી હતી કારણ કે પ્રિયંકાએ 'ભારત' છેલ્લી ઘડીએ છોડી દેતા સલમાન તેનાથી નારાજ થયો હોવાનો સમાચાર હતા. જોકે સલમાને રિસેપ્શનમાં હાજરી આપીને દરિયાદિલીનો પરિચય આપ્યો હતો. જોકે આ રિસેપ્શનમાં શાહિદ કપૂરની હાજરી ચર્ચાનો મુદ્દો બની હતી. હકીકતમાં શાહિદ અને પ્રિયંકાનું પ્રેમપ્રકરણ એક સમયે પુરબહારમાં ચાલ્યું હતું. જોકે પછી તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. ગઈ કાલે પ્રિયંકાના રિસેપ્શનમાં શાહિદે પોતાની પત્ની મીરા સાથે હાજરી આપી હતી. માનવામાં આવતું હતું કે આ રિસેપ્શનમાં શાહિદ નહીં આવે પણ શાહિદે હાજરી આપીને બધાની બોલતી બંધ કરી દીધી હતી. આ લગ્નમાં પ્રિયંકાના એક અન્ય ભૂતપૂર્વ પ્રેમી હરમન બાવેજાએ પણ હાજરી આપી હતી.

પ્રિયંકાના આ રિસેપ્શનમાં બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી પણ શાહરૂખની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી. પ્રિયંકા રિસેપ્શન વખતે એક સમયે જેનું નામ તેના પ્રેમી તરીકે ચર્ચાતું હતું એવો શાહરૂખ પરિવાર સાથે તેની આગામી ફિલ્મ 'ઝીરો'નું સ્પેશિયલ સ્ક્રિનિંગ માણતા જોવા મળ્યો હતો. ડોન 2'(2011)નું પ્રમોશન શરૂ થયું ત્યારે શાહરૂખ-પ્રિયંકાની નિકટતાએ અચાનક જ તેમની વચ્ચે અફેર હોવાની વાતો ચગવા લાગી હતી. આ સમયે શાહરૂખની ઉંમર 46 અને પ્રિયંકા માત્ર 29 વર્ષની હતી. એટલે કે પ્રિયંકા પોતાનાથી 17 વર્ષ મોટા વ્યક્તિના પ્રેમમાં પડી હતી. શાહરૂખ પ્રોડ્યુસર્સને હિરોઈન તરીકે પ્રિયંકા ચોપરાનાં નામની ભલામણ કરતો હતો. આટલું જ નહીં શાહરૂખ-પ્રિયંકા સાથે જ શો હોસ્ટ કરતાં. આ સિવાય વિદેશી ટૂર પણ સાથે જ કરતાં હતાં. ગૌરીને એક સમયે લાગ્યું કે વાત હદ બહાર જતી રહી છે. ત્યારે ગૌરીએ 'મન્નત'માં તોફાન લાવી લીધું છે. ચર્ચા પ્રમાણે ગૌરીએ શાહરૂખ ખાનને ડિવોર્સ આપવાની તૈયારી કરી લીધી હતી. શાહરૂખ ખાને પોતાનો પરિવાર બચાવવા માટે પ્રિયંકા સાથેના તમામ સંબંધો તોડી નાખ્યાં હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news