આ અભિનેત્રીના લગ્નના સમાચાર સાંભળીને ધ્રુસ્કેને ધ્રુસ્કે રડ્યા હતા શત્રુઘ્ન સિન્હા! બીજી જોડે પત્નીએ રંગે હાથ પકડ્યા ત્યારે તો...

શત્રુધ્ન સિન્હા માત્ર એક એભિનેતા નથી. પણ તેઓ એક ફિલ્મ નિર્માતા, રાજનેતા, મંત્રી અને સિંગર પણ રહી ચુક્યા છે. તેમના સમયમાં તેમની લવ સ્ટોરી પણ એટલી ચર્ચામાં રહી હતી.

આ અભિનેત્રીના લગ્નના સમાચાર સાંભળીને ધ્રુસ્કેને ધ્રુસ્કે રડ્યા હતા શત્રુઘ્ન સિન્હા! બીજી જોડે પત્નીએ રંગે હાથ પકડ્યા ત્યારે તો...

ઝી બ્યૂરો, અમદાવાદઃ શત્રુધ્ન સિન્હા માત્ર એક એભિનેતા નથી. પણ તેઓ એક ફિલ્મ નિર્માતા, રાજનેતા, મંત્રી અને સિંગર પણ રહી ચુક્યા છે. તેમના સમયમાં તેમની લવ સ્ટોરી પણ એટલી ચર્ચામાં રહી હતી. વર્ષ 2016માં પ્રકાશિત થયેલી 'Anything But Khamosh' બૂકમાં રીના રોય અને શત્રુધ્ન સિન્હાના રિલેશનશીપ વિશે પણ લખવામાં આવ્યું છે.

પુરુષોના બૂટમાં કેમ હોય છે કાણું? દરવાજાના હેન્ડ કેમ હોય છે પીતળના? કારણ જાણીને ચોંકી જશો

શત્રુધ્ન સિન્હાના જીવન પર આધારીત આ પુસ્તક ભારતી એસ. પ્રધાને લખી હતી. જેમાં તેમણે શત્રુધ્ન સિન્હા રીના રોયના લગ્નના સમાચારને સાંભળીને ધ્રુસ્કેને ધ્રુસ્કે રડ્યા હતા તે ઘટના વિશે પણ લખ્યું છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, રીના રોય સાથે તેમનું રિલેશન 7 વર્ષનું હતું. લગ્નના ઘણા વર્ષો બાદ પણ તે રીના રોયને મળતાં રહ્યા. એક મેગ્ઝીનના કવર લોન્ચના કાર્યક્રમમાં શત્રુધ્ન સિન્હાએ કહ્યું હતું કે, તેમના લગ્ન બાદ પણ તેમની પત્ની પૂનમે 2 વખત તેમને રંગે હાથો પક્ડી પાડ્યા હતા.

શત્રુધ્નને જણાવ્યું હતું કે, પ્રથમ વાર તેઓ પકડાયા હતા. ત્યારે, તેમની પત્નીએ તેમને વૉર્નિંગ આપીને છોડી દિધા હતા. પરંતું, તેઓ પોતાની હરક્તોથી ન શીખ્યા. જ્યારે, બીજી વખત તેઓ પકડાયા ત્યારે, તેમના પત્નીએ તેમને પોતાના બાળકો વિશે વિચાર્વા માટે કહ્યું હતું. જે ઘટના બાદ તેઓ એકદમ બદલાય ગયા હતા. તમને જણાવી દઈએ ફિલ્મો સિવાય શત્રુધ્ન સિન્હાએ રાજકારણમાં પોતાની કિસ્મત આજમાવી હતી અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. બિહારી બાબૂ યુનિયન મિનિસ્ટર પણ બન્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news