સારા અને કાર્તિક આર્યન : કંઈક તો ગડબડ છે...
હાલમાં સારાએ જાહેરમાં કાર્તિક આર્યન સાથે ડેટ પર જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી
Trending Photos
મુંબઈ : સારા અલી ખાનની ઇચ્છા હવે પુરી થવાની તૈયારીમાં છે. હવે સારાને ફિલ્મી પડદે કાર્તિક આર્યનને ડેટ કરવાની તક મળી છે. ‘કોફી વિથ કરણ 6’માં સારા અલી ખાને પોતાના પિતા સૈફની હાજરીમાં કહ્યું હતું કે તે કાર્તિક આર્યનને ડેટ કરવા ઈચ્છે છે. સારાની આ કબૂલાત બાદ ફેન્સ પર સારા અને કાર્તિકને સાથે જોવા ઈચ્છે છે. વચ્ચે એવી પણ ખબર આવી હતી કે બંને 'બાગી 3'માં સાથે કામ કરવાના છે. જોકે સારાએ આ વાતનો ઇનકાર કરી દીધો હતો.
હવે સમાચાર આવ્યા છે 2009માં આવેલી સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણની 'લવ આજ કલ'નો બીજો ભાગ બનવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. ફિલ્મફેર વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં ફિલ્મમેકર ઇમ્તિયાઝ અલી ખાને જણાવ્યું છે કે અમારી ટીમ ફિલ્મ લવ આજ કલ 2 પર કામ કરી રહી છે. આ ફિલ્મની લીડ જોડી તરીકે કાર્તિક આર્યન અને સારા અલી ખાનને સાઈન કરવાનું પ્લાનિંગ છે. ચર્ચા છે કે બહુ જલ્દી આ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
આ સમાચાર પછી એક્ટર રણવીર સિંહે સારા અને કાર્તિકની જોડી બનાવવાનો નિર્ણય કર્યો હોય એમ લાગે છે. હાલમાં જ એક ઈવેન્ટ દરમિયાન રણવીરની મુલાકાત કાર્તિક આર્યન સાથે થઈ. તેણે કાર્તિકને વિશ કર્યુ અને તેના કાનમાં કંઈક કહ્યું અને હાથ પકડીને સારા પાસે લઈ ગયો. સારા પાસે આવીને તેણે સારાનો હાથ પકડ્યો અને કાર્તિકના હાથમાં આપીને કહ્યું, ફાઈનલી યુ ગાઈઝ હેવ મેટ અને બાદમાં તેણે પાતાના હાથ દ્વારા હાર્ટની સાઈન કરી. આ જોઈને કાર્તિક અને સારા પણ શરમાઈ ગયા. આ સમગ્ર ઘટનાનો વીડિયો એક ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે