Sanjay Dutt બન્યા UAEના ગોલ્ડન વિઝા હાસિલ કરનાર પ્રથમ ભારતીય અભિનેતા, મળશે ઘણા ફાયદા

ભારતથી સંજય દત્ત (Sanjay Dutt) એકમાત્ર એવા અભિનેતા છે, જેને આ ગોલ્ડ વિઝા મળ્યા છે. જેનાથી તે ખુબ ખુશ છે. હવે સંજય દત્તને આ વિઝા બાદ વધુ ફાયદો મળશે.

Sanjay Dutt બન્યા UAEના ગોલ્ડન વિઝા હાસિલ કરનાર પ્રથમ ભારતીય અભિનેતા, મળશે ઘણા ફાયદા

નવી દિલ્હીઃ ફિલ્મ અભિનેતા સંજય દત્ત  (Sanjay Dutt) ને યૂએઈ ગોલ્ડન વિઝા (UAE Viza) મળ્યા છે. જેની જાણકારી અભિનેત્રાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી આપી છે. આ તસવીરમાં તેમની સાથે યૂએઈના ડાયરેક્ટર જનરલ મોહમ્મદ અહમદ અલ મારી નજર આવી રહ્યા છે અને તેમણે સંજય દત્તને આ સન્માન આપ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં સંજય દત્તે યૂએઈ સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો છે. 

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ટેલેન્ટેડ લોકોને યૂએઈમાં વસવા અને તેની કળાનો લાભ ઉઠાવવા માટે આ વિઝા આપવામાં આવે છે. જેનાથી દેશને ફાયદો મળી શકે. હવે ભારતથી સંજય દત્ત એકમાત્ર અભિનેતા છે જેને આ ગોલ્ડન વિઝા મળ્યા છે, જેનાથી તે ખુબ ખુશ છે. સંજય દત્ત ફિલ્મોના સિલસિલામાં દુબઈ જતો રહે છે. આ વિઝા બાદ તેને વધુ ફાયદો મળશે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sanjay Dutt (@duttsanjay)

દુબઈના પ્રિન્સને પિતા બનવા પર આપ્યા હતા અભિનંદન
હાલમાં દુબઈના પ્રિન્સ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ જુડવા બાળકોના પિતા બન્યા છે. સંજય દત્તે ટ્વિટર પર તેમને શુભેચ્છા આપી હતી. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યુ હતુ- જુડવા બાળકોના સ્વાગત પર શેખ હમદાન મોહમ્મદને શુભેચ્છા. હું તેમના માટે પ્રેમ, ભાગ્ય અને ખુશીની કામના કરુ છું.

— Sanjay Dutt (@duttsanjay) May 24, 2021

હાલમાં સંજય દત્તે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી. જેમાં તે પોતાના પિતા સાથે જોવા મળ્યા હતા. આ પોસ્ટને શેર કરતા તેમણે જણાવ્યુ હતુ કે તેમના પિતાની જિંદગીમાં શું જગ્યા છે અને તે પિતાને કેટલા યાદ કરે છે. તેમણે પોસ્ટ શેર કરતા લખ્યુ કે- એક પિતા, એક દોસ્ત, એક ગુરૂ- તમે મારા માટે બધુ હતા. લવ યૂ પાપા, મિસ યૂ.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news