Salman Khan સાથે લગ્નને લઈને એક્સ ગર્લફ્રેન્ડ Sangeeta Bijlani એ વર્ષો પછી કર્યો મોટો ખુલાસો
Sangeeta Bijlani: સંગીતા બિજલાની એકમાત્ર એવી અભિનેત્રી છે જેની સાથે સલમાન ખાન લગ્ન પણ કરવાનો હતો પરંતુ કોઈ કારણસર બંને અલગ થઈ ગયા. આ વાતનો ખુલાસો વર્ષો પછી એક રિયાલિટી શોમાં સંગીતા બિજલાનીએ કર્યો છે.
Trending Photos
Sangeeta Bijlani: સલમાન ખાને હજુ સુધી લગ્ન કર્યા નથી પરંતુ અલગ અલગ હસીનાઓ સાથે તેના અફેરની ચર્ચાઓ વર્ષોથી થતી આવે છે. સલમાન ખાનની ગર્લફ્રેન્ડના લીસ્ટમાં સંગીતા બિજલાનીનું નામ પણ આવે છે. કહેવાય છે કે સલમાન ખાનની સૌથી પહેલી ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાની હતી. અભિનેત્રી સંગીતા બિજલાની સાથે પ્રેમ સલમાન ખાનને 21 વર્ષની ઉંમરે થયો હતો. સંગીતા બિજલાની એકમાત્ર એવી અભિનેત્રી છે જેની સાથે સલમાન ખાન લગ્ન પણ કરવાનો હતો પરંતુ કોઈ કારણસર બંને અલગ થઈ ગયા. આ વાતનો ખુલાસો વર્ષો પછી એક રિયાલિટી શોમાં સંગીતા બિજલાનીએ કર્યો છે.
80 ના દાયકામાં સલમાન ખાન અને સંગીતા બિજલાનીના અફેરની ચર્ચાઓ ખૂબ જ ચાલતી હતી. કહેવાય છે કે બંને એકબીજાના પ્રેમમાં ગળા ડૂબ હતા અને લગ્ન કરવાના હતા. સલમાન ખાન અને સંગીતા બિજલાનીના લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા. પરંતુ અભિનેત્રી સોમી અલીના કારણે સલમાન ખાન અને સંગીતા બિજલાનીના લગ્ન તૂટી ગયા. લગ્નની વાતને લઈને પહેલી વખત વર્ષો પછી સંગીતા બિજલાની પોતે બોલી હતી.
સોની ટીવીના ઓફિસિયલ instagram પેજ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં ઇન્ડિયન આઇડલની એક સ્પર્ધક સંગીતા બિજલાનીને પ્રશ્ન પૂછે છે, કે તેના અને સલમાન ખાનના લગ્ન થવાના હતા અને કાર્ડ પણ છપાઈ ગયા હતા. આ વાત સાચી છે ? આ વાતના જવાબમાં સંગીતા કહે છે કે હા આ વાત ખોટી નથી.
1986 માં સંગીતા અને સલમાન ખાન એકબીજાને ડેટ કરતા હતા. તે સમયે સંગીતા બીજલાનીએ ફિલ્મોમાં કામ શરૂ કર્યું ન હતું. ચર્ચાઓ એવી પણ હતી કે બંને એકબીજાને 10 વર્ષ સુધી ડેટ કર્યા. ત્યાર પછી બંને લગ્ન પણ કરવાના હતા અને લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા. પરંતુ છેલ્લે સંગીતા બિજલાની એ લગ્ન કરવાની ના કહી દીધી. ચર્ચાઓ એવી છે કે સંગીતા બિજલાની એ સલમાન ખાનને સોમી અલી સાથે રંગે હાથ પકડી લીધો હતો જેના કારણે તેના લગ્ન તૂટી ગયા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે