રણવીર-અક્ષય પછી હવે 'આ' સ્ટાર પર રોહિતની નજર, બનાવ્યો બાજી મારવાનો પ્લાન

આ વર્ષના અંતમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ શકે છે

રણવીર-અક્ષય પછી હવે 'આ' સ્ટાર પર રોહિતની નજર, બનાવ્યો બાજી મારવાનો પ્લાન

મુંબઈ : સલમાન ખાનના ચાહકો માટે આ વર્ષ ખાસ સાબિત થયું છે. આ વર્ષે સલમાનની 'ભારત' અને 'દબંગ 3' જેવી બે ફિલ્મો રિલીઝ થવાની છે. આ બંને ફિલ્મોની સલમાનના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે તેમને જબરદસ્ત આનંદ થાય એવા સમાચાર મળ્યા છે. 

મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે ભારત અને દબંગ 3ના શૂટિંગ પછી સલમાન ફિલ્મમેકર રોહિત શેટ્ટીની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત થઈ જશે. આ એક કોપ ડ્રામા હશે જેમાં ચાહકોને જબરદસ્ત એક્શન દ્રશ્યો જોવા મળશે. આ ફિલ્મ સલમાનના ખાસ મિત્ર સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરશે અને છેલ્લા કેટલાક દિવસોથી ખાસ ટીમ ફિલ્મના સ્ટોરી આઇડિયા પર કામ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે રોહિત અને સાજિદ લાંબા સમયથી આ ફિલ્મ પર કામ કરવાની વિચારણા રહ્યા હતા અને તેઓ સલમાનને આ ફિલ્મ માટે સાઇન કરવામાં સફળ સાબિત થયા છે. 

મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મનું શૂટિંગ બહુ જલ્દી શરૂ થઈ જશે અને એને 2020ના સેકન્ડ હાફમાં રિલીઝ કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news