વધુ એક ફેમિલી મેમ્બરને લોન્ચ કરવા જઈ રહ્યો છે સલમાન ખાન, જુઓ કોની લોટરી લાગશે

વધુ એક ફેમિલી મેમ્બરને લોન્ચ કરવા જઈ રહ્યો છે સલમાન ખાન, જુઓ કોની લોટરી લાગશે

બોલિવુડ સ્ટાર કિડ્સની ફિલ્મોમાં એન્ટ્રી કોઈ નવી વાત નથી. સુપરસ્ટાર સલમાન ખાનને ફિલ્મોમાં નવા ચહેરાઓને તક આપવા માટે ઓળખવામાં આવે છે. સોનાક્ષી સિન્હા, આથિયા શેટ્ટી, આયુશ શર્માનું કરિયર બનાવ્યા બાદ હવે દબંગ ખાન પોતાની ભાણી અલીઝા અગ્નિહોત્રીને બોલિવુડમાં ડેબ્યુ કરાવી શકે છે. 

A post shared by Arpita Khan Sharma (@arpitakhansharma) on

મીડિયા રિપોર્ટસ અનુસાર, બહેન અલવીરા અગ્નિહોત્રીની દીકરી અલીઝાને સલમાન ખાન પોતાની અપકમિંગ ફિલ્મ દબંગ 3 માટે કાસ્ટ કરી શકે છે. જોકે, આ વિશે હજી સુધી કોઈ પુષ્ટિ કરાઈ નથી. નજીકના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, અલીઝા હાલ એક્ટિંગ અને ડાન્સની ટ્રેનિંગ લઈ રહી છે. તે ફિલ્મી દુનિયાની ફેમસ કોરિયોગ્રાફર સરોજ ખાન પાસેથી તાલિમ મેળવી રહી છે. 

અલીઝા પોતાના મામા સલમાન ખાન સાથે બહુ જ સારું બોન્ડિંગ ધરાવે છે. થોડા સમય પહેલા જ સલમાને તેની ભાણીની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેમાં અલીઝા તેના નાનુજાન સલીમ ખાન અને નાની સલમા સાથે જોવા મળે છે. હવે તેને લોન્ચ કરવા જઈ રહ્યો છે સલમાન ખાન. ફિલ્મ માટે હીરોની પણ પસંદગી કરી લેવાઈ છે. 

'नाना-नानी के साथ नजर आई सलमान खान की भांजी, सोशल मीडिया पर वायरल हो रही है तस्वीर

અલીઝા સલમાન ખાનના બહુ જ ઓછા પ્રસંગોમાં જોવા મળે છે. તે સલમાનની બહેન અલવીરા અને ફિલ્મમેકર અતુલ અગ્નિહોત્રીની દીકરી છે. અલીઝાને એક ભાઈ અયાન અગ્નિહોત્રી પણ છે.  

Image may contain: 8 people, people smiling, people standing

હાલ ‘ભારત’ ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત એક્ટર સલમાન ખાનની અપકમિંગ પ્રોજેક્ટ ‘દબંગ 3’નું શુટિંગ આગામી વર્ષે 2019માં શરૂ કરશે. તેમાં સલમાનની ઓપોઝિટમાં સોનાક્ષી સિન્હા જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news