સલામ સલમાનને ! લેટેસ્ટ સમાચાર વાંચીને દિલમાં થશે આવી લાગણી

હાલમાં સલમાન પોતાની આગામી ફિલ્મ દબંદ 3ના શૂટિંગમાં વ્યસ્ત છે

સલામ સલમાનને ! લેટેસ્ટ સમાચાર વાંચીને દિલમાં થશે આવી લાગણી

મુંબઈ : બોલિવૂડનો  ભાઈજાન ગણાતો સલમાન ખાન હાલમાં ફિલ્મ દબંગ 3ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મથી સલમાન ફરીવાર ચુલબુલ પાંડેના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન સાથે સોનાક્ષી સિંહાની જોડી છે. જોકે હાલમાં સલમાન પોતાની ફિલ્મને કારણે નહીં પણ પોતાની દરિયાદિલીને કારણે ચર્ચામાં છે.

રિપોર્ટ પ્રમાણે સલમાન સાથે ‘દબંગ’ અને ‘દબંગ 2’માં કામ કરી ચૂકેલા એક્ટ દદ્દી પાંડેને હાર્ટ એટેક આવ્યો. તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા. આ ઘટના ફિલ્મ ‘દબંગ 3’ના સેટ પર નહોતી બની. જેવી સલમાનને આ વાતની જાણકારી મળી તો તેણે તરત દદ્દી પાંડેની દેખરેખ માટે પોતાની ટીમનો એક વ્યક્તિ મોકલ્યો અને તમામ સારવારનો ખર્ચ ઉપાડી લીધો હતો. દદ્દી પાંડેને ગોરેગાંવની હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. હવે તો દદ્દી પાંડેની તબિયત સારી છે અને તેમને બહુ જલ્દી ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે. 

સલમાન ખાન હાલ એની દબંગ-૩ પર કામ કરી રહ્યો છે. ફિલ્મમાં સ્ટારકાસ્ટપણ લગભગ એ જ હશે, જેમાં સલમાનની પત્નીની ભૂમિકા સોનાક્ષી સિંહા કરશે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મના નિર્માતાઓએ ચુલબુલ પાંડેના સાવકા પિતા પ્રજાપતિ પાંડેની ભૂમિકા માટે દિવંગત વિનોદ ખન્નાના સ્થાને એમના ભાઈ પ્રમોદ ખન્ના પર પસંદગી ઉતારી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news