B'day : પહેલી જ ફિલ્મથી સુપરસ્ટાર બન્યો હતો સલમાન, 19 વર્ષની વયે 'આને' બનાવી હતી પહેલી પ્રેમિકા

દબંગ ખાન આજે પોતાનો 53મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે

B'day : પહેલી જ ફિલ્મથી સુપરસ્ટાર બન્યો હતો સલમાન, 19 વર્ષની વયે 'આને' બનાવી હતી પહેલી પ્રેમિકા

મુંબઈ : લવરબોય તરીકે બોલિવૂડમાં પોતાનું ખાસ સ્થાન જમાવનાર સલમાન ખાનને તેની પહેલી ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'એ રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધો હતો. આજે સલમાન પોતાનો 53મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે જેના માટે ગ્રાન્ડ પાર્ટી પણ રાખવામાં આવી છે. 

સલમાનનો જન્મ 27 ડિસેમ્બર, 1965ના દિવસે સલીમ ખાન અને સલમાન ખાનના ઘરે થયો હતો. ત્રણ ભાઈઓ અને બે બહેનોમાં સલમાન સૌથી મોટો છે. સલમાને પોતાની કરિયરની શરૂઆત 1988માં આવેલી ડિરેક્ટર સૂરજ બડજાત્યાની 'મેંને પ્યાર કિયા'થી કરી હતી. સલમાનની બાયોગ્રાફી 'બિઇંગ સલમાન' લખનાર જસીમ ખાને પુસ્તકમાં માહિતી આપી છે કે સલમાનને 19 વર્ષની વયે એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો અને તે પોતાની ગર્લફ્રેન્ડને મળવા માટે કલાકો સુધી તેની કોલેજની બહાર ઉભો રહેતો હતો. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Merry Xmas to all....

A post shared by Salman Khan (@beingsalmankhan) on

જસીમ ખાને પોતાના પુસ્તકમાં લખ્યું છે કે સલમાન હીરો અશોક કુમારની દોહિત્રી શાહિન ઝાફરીને પ્રેમ કરતો હતો. વિશ્વદીપ ઘોષે પુસ્તક 'હોલ ઓફ ફેમ સલમાન ખાન'માં લખ્યું છે કે સલમાને પોતાના પરિવાર સાથે શાહિનની મુલાકાત કરાવી હતી પણ આ સંબંધ લગ્ન સુધી નહોતો પહોંચી શક્યો. સલમાન અને શાહિનના બ્રેકઅપ માટે જવાબદાર હતી 1980માં મિસ ઇન્ડિયા રહી ચૂકેલી લોકપ્રિય મોડલ સંગીતા બિજલાણી. 

સલમાનનું નામ સૌથી પહેલાં સંગીતા બિજલાણી સાથે જોડાયું હતું. ચર્ચા પ્રમાણે બંનેના લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા પણ સંગીતાએ છેલ્લી ઘડીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. સલમાનની પ્રેમિકાઓની યાદીમાં એક નામ સોમી અલીનું પણ છે. સોમી પછી ફિલ્મ 'હમ દિલ દૈ ચૂકે સનમ'ના શૂટિંગ વખતે સલમાનને ઐશ્વર્યા રાય સાથે પ્રેમ થઈ ગયો પણ સલમાનના પઝેસીવ વર્તનને કારણે આ સંબંધ તુટી ગયો. 2002માં બ્રેકઅપ પછી સલમાન અને કેટરિનાએ એકબીજા પર આરોપો લગાવ્યા હતા. ઐશ્વર્યા સાથે બ્રેકઅપ પછી સલમાનના જીવનમાં કેટરિનાની એન્ટ્રી થઈ અને આ પ્રેમપ્રકરણ છ વર્ષ ચાલ્યું. હાલમાં સલમાન રોમાનિયન મોડેલ યુલિયા વંતુરને ડેટ કરી રહ્યો છે પણ આ વાતની સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news