INDvsAUS test 2nd Day:ભારતની શાનદાર બેટિંગ, 443/7 રન ફટકારી દાવ કર્યો ડિકલેર
મયંક અગ્રવાલે પોતાની ડેબ્યુ મેચમાં સારૂ પ્રદર્શન કરતા અડધી સદી ફટકારી હતી
Trending Photos
મેલબોર્ન: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચોની સીરિઝની ત્રીજી ટેસનાં બીજા દિવસે ટીમ ઇન્ડિયાનાં બેટ્સમેનોનું શાનદાર પ્રદર્શન રહ્યું. ઓસ્ટ્રેલિયાની કડક બોલિંગ વચ્ચે પણ ભારતીય બેટ્સમેન દ્વારા પહેલા સત્રમાં વિકેટ બચાવી રાખી જેમાં પુજારાએ સદી ફટકારી. ઉપરાંત કેપ્ટન વિરાટ કોહલી (82) સદીથી ચુક્યા. બીજા અને ત્રિજા સત્રમાં રોહિત (63)ની હાફ સેંચુરી ઉપરાંત રહાણે (34) અને ઋષભ પંત (39)નું પણ ખુબ જ મહત્વનું યોગદાન રહ્યું હતું.
દિવસની રમત પુર્ણ થાય તે પહેલા જ્યારે ટીમ ઇન્ડિયાનાં 443 રન પર 7 વિકેટ પડી હતી ત્યારે કેપ્ટન વિરાટ કોહલીએ ગેમ પુર્ણ થયાની જાહેરાત કરી દીધી. આ સ્કોરની દ્રષ્ટીએ ભારતીય બેટ્સમેનોનાં નામે રહ્યો. તેમાં ઓસ્ટ્રેલિયાની ફિલ્ડિંગ પણ ખુબ જ ચર્ચામાં રહી. જેમાં વિરાટ સહિત રહાણે, રોહિત અને પંતને જીવનદાન મળ્યા. જો ઓસ્ટ્રેલિયાની ફિલ્ડિંગ સારી રહી તો તો ઓછામાં ઓછા 50 રન જેટલો ફરક પડી શક્યો હોત.
ભારતીય બોલર્સ માટે દિવસ સામાન્ય
રમત પુર્ણ કરી દિધાની જાહેરાત બાદ ભારતીય ટીમના બોલર્સનાં ભાગે 6 ઓવર નાખવાનો જ વારો આવ્યો હતો. જો કે તેમાં ભારતીય બોલર્સ કોઇ વિકેટ કાઢી શક્યા નહોતા. જો કે ભારતીય બોલર્સ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનને પરેશાન કરવામાં જરૂર સફળ રહ્યા. ખાસ કરીને જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને ભારે વિમાસણમાં મુકી દીધા હતા.
પોતાના ટેસ્ક કેરિયરની આત્મવિશ્વાસથી ભરપુર શરૂઆત કરનારા ગણનાપાત્ર બેટ્સમેન મયંક અગ્રવાહે અડધી સદી બાદ વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારાની વચ્ચે 92 રનની અતુટ ભાગીદારીની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ત્રીજી ક્રિકેટ ટેસ્ટનાં પહેલા દિવસે બુધવારે બે વિકેટે 215 રન બનાવ્યા. જો કે આ ટેસ્ટ ક્રિસમયનાં એક દિવસ બાદ ચાલુ થઇ છે માટે તેને બેક્સિગ ડે ટેસ્ટ કહેવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયા અને ભારતમાં અત્યાર સુધી 7 વખત બોક્સિંગ ડે ટેસ્ટ રમાઇ છે. જો કે ભારત એક પણ જીતી શક્યું નથી. બૉક્સિંગ ડે ટેસ્ટમાં ભારતને પાંચ વખત પરાજય મળ્યો છે. જ્યારે બે મેચ ડ્રો થઇ ચુકી છે.
-IND vs AUS: મેલબોર્નમાં ચાલી રહી છે સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ
- મયંક અગ્રવાલને મળ્યો ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કરવાનો મોકો
- ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો.
- ચાર મેચની ટેસ્ટ સીરિઝમાં 1-1થી બરાબરી પર છે ભારત અને ઓસ્ટ્રેલિયા
149મી ઓવરમાં આજીક્ય રહાણે આઉટ
148.6 ઓવર આઉટ. આંજીક્ય રહાણે નેથન લિયોનનાં LBW આઉટ કરીને ભારતને પાંચમો ઝટકો આપ્યો હતો. રહાણે 34 રન બનાવીને આઉટ થયો આ સાથે જ ભારતનો સ્કોર 361/5 છે.
- 148મી ઓવરમાં ભારતનો સ્કોર 359/4 છે
-145 ઓવરમાં ભારતનો સ્કોર 349/4 છે
- ટી બ્રેક ભારત 346/4
- 140 ઓવરમાં ભારતનો સ્કોર 339/4
- 133 ઓવરમાં ભારતનો સ્કોર 324/4
- 129 ઓવરમાં ભારતનો સ્કોર 313/4
- 127 ઓવરમાં ભારતનો સ્કોર 304/4
- 126મી ઓવરમાં ચેતેશ્વર પુજારા થયા આઉટ 125.4 ઓવરમાં પુજારાને પૈંટ કમિંસે બોલ્ડ કરતા ભારતની ચોખી વિકેટ ઉડાવી હતી. પુજારા 106 રન બનાવીને આઉટ. ભારતને સ્કોર 299/4
- 123 ઓવરમાં કેપ્ટન કોહલી આઉટ, કોહલી મિશેલ સ્ટાર્કે એરોન ફિંચના હાથે કેચ આઉટ કરાવ્યો. આ સાથે જ ટીમને ત્રીજો ઝટકો આપ્યો. કોહલી સદીથી ચુક્યો અને 82 રનમાં જ આઉટ થઇ ગયો. ભારતનો સ્કોર 293/3. પુજારા અને કોહલી વચ્ચે ત્રીજી વિકેટે 170 રનની પાર્ટનરશિપ થઇ.
- 118 ઓવરમાં ભારતનો સ્કોર 277/2 પર થયો
- લંચ સુધીમાં ભારતનો સ્કોર 277/2 થયો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે