Zareen Khan Arrest Warrant: બોલિવૂડ એક્ટ્રેસ ઝરીન ખાન વિરુદ્ધ ધરપકડ વોરંટ, ઈવેન્ટ કંપનીની ફરિયાદ પર કોર્ટના આદેશ

Zareen Khan Arrest Warrant : કોલકાતાની એક ઈવેન્ટ કંપની દ્વારા બોલિવૂડ એક્ટ્રેસ ઝરીન ખાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે બાદ હવે અભિનેત્રીના નામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે.

Zareen Khan Arrest Warrant: બોલિવૂડ એક્ટ્રેસ ઝરીન ખાન વિરુદ્ધ ધરપકડ વોરંટ, ઈવેન્ટ કંપનીની ફરિયાદ પર કોર્ટના આદેશ

મુંબઈઃ Zareen Khan Arrest Warrant: બોલીવુડ અભિનેત્રી ઝરીન ખાનને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહેવાલ અનુસાર કોલકત્તાની સિયાલદહ કોર્ટે ઝરીન ખાનના નામ પર ધરપકડ વોરંટ ઈશ્યૂ કર્યું છે. હકીકતમાં અભિનેત્રી વિરુદ્ધ અહીં એક કંપનીએ ફરિયાદ દાખલ કરાવી હતી. 

ઝરીન ખાન વિરુદ્ધ દાખલ થઈ ફરિયાદ
અભિનેત્રી વિરુદ્ધ વર્ષ 2018માં 6 આયોજનોમાં સામેલ થવા પર ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. તેના પર કોલકત્તા અને ઉત્તર 24 પરગનામાં 6 કાલી પૂજા કાર્યોક્રમોમાં સામેલ ન થવાની ફરિયાદ મળી હતી. એક ફરિયાદ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની તરફથી નારકેલડાંગા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ નારકેલડાંગા પોલીસે સિયાલદહ કોર્ટમાં આરોપ પત્ર રજૂ કર્યું હતું. આ મામલે હજુ અભિનેત્રીની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. 

સલમાન ખાન સાથે શરૂ કર્યું હતું કરિયર
ઝરીન ખાને પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત વર્ષ 2010માં સલમાન ખાનની સાથે ફિલ્મ વીરથી શરૂ કર્યું હતું. ફિલ્મ દ્વારા અભિનેત્રીને ખુબ ફેમ મળી હતી. પરંતુ થોડા સમય બાદ દર્શકોએ અભિનેત્રીના કામની પ્રશંસા કરવાની જગ્યાએ તેના લુક્સની તુલના અભિનેત્રી કેટરીના કેફ સાથે કરવાનું શરૂ કરી દીધુ. ત્યારબાદ ધીમે-ધીમે અભિનેત્રી ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ હતી. 

કેટરીના સાથે તુલના પર કહી હતી આ વાત
તો કેટરીના સાથે તુલના થવા પર અભિનેત્રીએ થોડા સમય પહેલા મૌન તોડ્યું હતું. તેના પર ઝરીન ખાને કહ્યું હતું- જ્યારે મારી તુલના કેટરીના સાથે કરવામાં આવે તો મને ખુબ ખુશી થાય છે. કારણ કે હું ખુદ પણ તેની મોટી ફેન છું અને તે મને ખુબ સુંદર લાગે છે. પરંતુ તુલનાની અસર મારા કરિયર પર ઉંધી પડી. તુલનાને કારણે ઈન્ડસ્ટ્રીઝના લોકોએ મને મારી સ્કિલ સાબિત કરવાની તક આપી નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news