આ દિવસે રિલીઝ થશે 'દબંગ 3'નું ટ્રેલર, સલમાન ખાન ફેન્સને આપશે સરપ્રાઇઝ

બોલીવુડ અભિનેતા સલમાન ખાન પોતાની નવી ફિલ્મ દબંગ 3ને લઈને ચર્ચામાં છે. ફિલ્મ 20 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. ફિલ્મના ઘણા મોશન પોસ્ટર રિલીઝ થઈ ચુક્યા છે પરંતુ હજુ તેનું ટ્રેલર લોન્ચ થયું નથી. પરંતુ હવે લાગે છે કે ફેન્સનો ઇંતજાર ઝડપથી પૂરો થવા જઈ રહ્યો છે.
 

આ દિવસે રિલીઝ થશે 'દબંગ 3'નું ટ્રેલર, સલમાન ખાન ફેન્સને આપશે સરપ્રાઇઝ

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા સલમાન ખાન પોતાની નવી ફિલ્મ દબંગ 3ને લઈને ચર્ચામાં છે. ફિલ્મ 20 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. ફિલ્મના ઘણા મોશન પોસ્ટર રિલીઝ થઈ ચુક્યા છે પરંતુ હજુ તેનું ટ્રેલર લોન્ચ થયું નથી. પરંતુ હવે લાગે છે કે ફેન્સનો ઇંતજાર ઝડપથી પૂરો થવા જઈ રહ્યો છે. ચર્ચા છે કે ફિલ્મનું ટ્રેલર 23 ઓક્ટોબરે મુંબઈમાં રિલીઝ કરવામાં આવશે. આ સિવાય મેકર્સે સલમાનના ફેન્સને સરપ્રાઇઝ આપવા માટે એક શાનદાર પ્લાન પણ બનાવ્યો છે. 

રિપોર્ટ પ્રમાણે ટ્રેલર લોન્ચના દિવસે સલમાન ખાન, ચુલબુલ પાંડેના અવતારમાં પહોંચશે અને ઓડિયન્સને એન્ટરટેન કરશે. સલમાને પોતાના ફેન્સ માટે ખાસ પ્લાન તૈયાર કર્યો છે. સૂત્રોએ જણાવ્યું કે, મુંબઈ સિવાય 9 શહેરોમાં ટ્રેલર લોન્ચ કરવામાં આવશે, જેમાં ચેન્નઈ, બેંગલુરૂ, હૈદરાબાદ, દિલ્હી, જયપુર, કોલકત્તા, અમદાવાદ, લખનઉ અને ઇન્દોર સામેલ છે. ઇવેન્ટ પર સલમાન ખાન પણ હાજર રહેશે અને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પોતાના ફેન્સ સાથે વાત કરશે. 

સલમાન ખાને ઘટાડ્યું પોતાનું વજન?
મહત્વનું છે કે ફિલ્મમાં ચુલબુલ પાંડેના યુવા અવતારને પણ દેખાડવામાં આવશે. તે માટે સલમાને જીમમાં ખુબ મહેનત કરીને પોતાનું વજન ઘટાડ્યું છે. દબંગ 3મા સલમાન સિવાય સોનાક્ષી સિન્હા, અરબાઝ ખાન, માહી ગિલ, પંકજ ત્રિપાઠી, નવાબ શાહ જેવા સિતારા જોવા મળશે. ફિલ્મમાં વિલનની ભૂમિકામાં સાઉથના સુપર સ્ટાર કિચ્ચા સુદીપ ચે. તેના પાત્રનું નામ બલ્લી હશે. 

A post shared by Chulbul Pandey (@beingsalmankhan) on

ખાસ વાત છે કે આ ફિલ્મથી મહેશ માંજરેકરની પુત્રી સઈ માંજરેકર પર્દાપણ કરવા જઈ રહી છે. વિનોદ ખન્નાના ભાઈ પ્રમોદ ખન્ના સલમાનના પિતાની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન પ્રભુ દેવા કરી રહ્યાં છે. હાલમાં સલમાને પોતાની નવી ફિલ્મ રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈની જાહેરાત કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news