Salman Khan એ KRK પર બદનક્ષીનો દાવો માંડ્યો, અભિનેતાએ કહ્યું- હવે ક્યારેય નહીં કરું આ કામ

બોલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનની ફિલ્મ રાધે ઈદના દિવસે રિલીઝ થઈ હતી. ઓટીટી પર રિલીઝ થયેલી આ ફિલ્મને બહુ સારા રિવ્યૂ મળ્યા નથી. આ બધા વચ્ચે એક્ટર અને ફિલ્મ ક્રિટિક કમાલ આર ખાને અભિનેતાની ટીકા કરી છે.

Salman Khan એ KRK પર બદનક્ષીનો દાવો માંડ્યો, અભિનેતાએ કહ્યું- હવે ક્યારેય નહીં કરું આ કામ

નવી દિલ્હી: બોલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનની ફિલ્મ રાધે ઈદના દિવસે રિલીઝ થઈ હતી. ઓટીટી પર રિલીઝ થયેલી આ ફિલ્મને બહુ સારા રિવ્યૂ મળ્યા નથી. આ બધા વચ્ચે એક્ટર અને ફિલ્મ ક્રિટિક કમાલ આર ખાને અભિનેતાની ટીકા કરી છે. લાગે છે કે સલમાન ખાનને એ પસંદ નથી, એટલે જ તેમણે આટલું મોટું પગલું ભર્યું છે. સલમાન ખાને કમાલ આર ખાન પર બદનક્ષીનો દાવો ઠોક્યો છે. સલમાન ખાનની આ કાર્યવાહી બાદ કમાલ રાશિદ ખાને ફરીથી એક ટ્વીટ કરીને અભિનેતાને આડે હાથ લીધા છે. 

'સારી ફિલ્મ બનાવો'
કમાલ આર ખાન પર થયેલા બદનક્ષીના કેસ અંગે તેમણે પોતે ટ્વીટ કરીને જાણકારી આપી. કમાલ આર ખાને હાલમાં જ કરેલી ટ્વીટમાં લખ્યું કે પ્રિય સલમાન ખાન આ માનહાનિનો કેસ તમારી હતાશા અને નિરાશાના પુરાવા છે. હું મારા ફોલોઅર્સ માટે રિવ્યૂ આપી રહ્યો છું અને મારું કામ કરી રહ્યો છું. મને ફિલ્મોના રિવ્યૂ કરતો રોકવાની જગ્યાએ તમારે સારી ફિલ્મો બનાવવી જોઈએ. હું સત્ય માટે લડતો રહીશ. આ કેસ માટે આભાર.

— KRK (@kamaalrkhan) May 25, 2021

કમાલ આર ખાને ફરી ટ્વીટ કરીને કહી આ વાત
આ સમગ્ર મામલે સલમાન ખાન અને તેમની ટીમ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. જ્યારે કમાલ ખાને પોતાની એક ટ્વીટમાં દાવાની કોપીની તસવીર શેર કરી છે. આ સાથે જ તેમણે વધુ એક ટ્વીટ કરીને કહ્યું કે 'હું અનેકવાર કહી ચૂક્યો છું કે હું તે ફિલ્મોનો રિવ્યૂ કરતો નથી, જેના પ્રોડ્યુસર કે અભિનેતાએ મને કરવાની ના પાડી હોય, સલમાન ખાને રાધેનો રિવ્યૂ કરવાના કારણે મારા પર માનહાનિનો કેસ કર્યો છે. જેનાથી સ્પષ્ટ છે કે તેમને મારા રિવ્યૂથી ઠેસ પહોંચી છે. આવામાં હવે હું તેમની  કોઈ ફિલ્મનો રિવ્યૂ નહીં કરું.'

— KRK (@kamaalrkhan) May 26, 2021

ફિલ્મ વિશે કરી હતી આ વાત
અત્રે જણાવવાનું કે કમાલ આર ખાને સલમાન ખાનની ફિલ્મ રાધે જોયા બાદ ટ્વીટ કરી હતી. કમાલની આ ટ્વીટ ખુબ વાયરલ થઈ હતી. તેમણે પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે 'મે દુબઈના વોક્સ સિનેમામાં રાધે જોઈ. પરંતુ હું હાલ ફિલ્મનો રિવ્યૂ રેકોર્ડ કરવાની સ્થિતિમાં નથી. પ્લીઝ મને દવા લેવા દો અને 2-3 કલાક આરામ કરવા દો, આશા રાખું છું કે મારું મન ઠીક થશે અને હું રિવ્યૂ રેકોર્ડ કરી શકીશ.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news