તમારો મોબાઈલ નંબર આપો, મારે વાત કરવી છે : સલમાનની Ex ગર્લફ્રેન્ડનો લોરેન્સને સીધો મેસેજ
salman khan ex girlfriend Somy Ali : એ જગજાહેર છે કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનની પાછળ પડ્યો છે. લોરેન્સે સલમાનના ઘરની બહાર ફાયરિંગ કરાવ્યું હતું અને તેના નજીકના મિત્ર બાબા સિદ્દીકીની હત્યા કરાવી દીધી છે. હવે સલમાનની એક્સ ગર્લફ્રેન્ડે લોરેન્સના નામે એક પોસ્ટ શેર કરી છે, જે વાયરલ થઈ રહી છે
Trending Photos
Somy Ali Lawrence Bishnoi : સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ સોશિયલ મીડિયા પર લોરેન્સ બિશ્નોઈના નામે એક પોસ્ટ લખી છે. લોરેન્સને ભાઈ તરીકે સંબોધન કરીને લખ્યું છે કે તે તેને ઝૂમ પર ફોન કરીને વાત કરવા માંગે છે. તે રાજસ્થાનના મંદિરમાં જઈને પૂજા કરવા પણ માંગે છે. સોમીએ લોરેન્સ પાસે તેનો મોબાઈલ નંબર પણ માંગ્યો છે.
Somy Ali એ Lawrence Bishnoiની તસવીર શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, નમસ્તે લોરેન્સ ભાઈ. મેં સાંભળ્યું અને જોયું છે કે તમે જેલમાંથી પણ ઝૂમ કોલ કરો છો, મારે તમારી સાથે વાત કરવી છે. કૃપા કરીને મને કહો કે આ કેવી રીતે થઈ શકે?
સોમી અલીની પોસ્ટ વાયરલ
સોમીએ આગળ લખ્યું છે કે, 'આખી દુનિયામાં મનપસંદ સ્થળ રાજસ્થાન છે. અમે તમારા મંદિરમાં પૂજા માટે આવવા માંગીએ છીએ, પરંતુ પૂજા પછી તમારી સાથે ઝૂમ કૉલ પર વાત થઈ શકે, આ તમારા ભલા માટે જ છે. મહેરબાની કરીને મને તમારો મોબાઈલ નંબર આપો, તો તમારા પર ખૂબ જ ઉપકાર રહેશે. આભાર.' એક યુઝરે લખ્યું કે આ બહુ સારું છે. તો સોમીએ જવાબમાં લખ્યું, 'અરે, આ તો જિંદગીની વાત છે. તો શા માટે નહીં?'
બિશ્નોઈ સમુદાયની માફી માંગવા તૈયાર
તમને જણાવી દઈએ કે સોમી અલીએ સલમાન પર મારપીટ અને છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો છે. તે ઘણીવાર અભિનેતાને કોસતી જોવા મળે છે. પરંતુ જ્યારે સલમાનના ઘરે ફાયરિંગ થયું ત્યારે સોમીએ તેના પછી એક પોસ્ટ કરી. તેમાં લખ્યું હતું કે તે સલમાન વતી બિશ્નોઈ સમુદાયની માફી માંગવા તૈયાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે