'રામાયણ' બનાવનારા રામાનંદ સાગરની પ્રપૌત્રીનો અત્યંત બોલ્ડ Video વાયરલ, લોકો જોઈને ભડક્યા

Watch Viral Video: સાક્ષી તેના બોલ્ડ લૂકના કારણે પણ ખુબ ચર્ચામાં રહે છે. આ બધા વચ્ચે સાક્ષી ચોપડાનું નવું ગીત રિલીઝ થયું છે. ત્યારબાદ તેને ખુબ ટ્રોલ કરવામાં આવી રહી છે. પોતાના નવા ગીતમાં સાક્ષી ચોપડા પોતાના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. જે લોકોને જરાય ગમ્યું નથી. 

'રામાયણ' બનાવનારા રામાનંદ સાગરની પ્રપૌત્રીનો અત્યંત બોલ્ડ Video વાયરલ, લોકો જોઈને ભડક્યા

ટીવી શો રામાયણ બનાવનારા રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપડા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. સાક્ષી ચોપડા છાશવારે સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ ફોટા અને વીડિયો શેર કરે છે. જેને તેના ફેન્સ પસંદ પણ કરે છે. સાક્ષી તેના બોલ્ડ લૂકના કારણે પણ ખુબ ચર્ચામાં રહે છે. આ બધા વચ્ચે સાક્ષી ચોપડાનું નવું ગીત રિલીઝ થયું છે. ત્યારબાદ તેને ખુબ ટ્રોલ કરવામાં આવી રહી છે. પોતાના નવા ગીતમાં સાક્ષી ચોપડા પોતાના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. જે લોકોને જરાય ગમ્યું નથી. 

સાક્ષી ચોપડા ટ્રોલર્સના નિશાના પર
રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપડાના બોલ્ડ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં જોવા મળતા હોય છે. સાક્ષી હાલ પોતાના એક ગીતને લઈને ચર્ચામાં છે. સાક્ષી ચોપડાના ગીતનું નામ ઘોસ્ટ્સ છે. જેને લઈને અભિનેત્રી ખુબ ટ્રોલ થઈ રહી છે. આ વાયરલ થઈ રહેલા ગીતમાં સાક્ષી એકદમ બોલ્ડ અંદાજમાં જોવા મળી છે. સાક્ષી ચોપડાના આ વીડિયો પર કમેન્ટ કરતા યૂઝર્સ તેની સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરતા જોવા મળ્યા. જો કે કેટલાક ફેન્સને સાક્ષીનો આ બોલ્ડ અંદાજ ઘણો પસંદ પડી રહ્યો છે. ફેન્સ સાક્ષી ચોપડાનો આ ડાન્સ વીડિયો ખુબ વખાણી રહ્યા છે. જુઓ આખરે એવું તે શું છે આ વાયરલ વીડિયોમાં.....

જુઓ વાયરલ વીડિયો

કેટલાક લોકો ભડકી ગયા
સાક્ષી ચોપડાના આ વીડિયોને જોઈને લોકો ભડકી ગયા છે. સાક્ષી ચોપડાના આ વીડિયો પર એક યૂઝરે કમેન્ટ કરતા લખ્યું કે શરમ આવવી જોઈએ. આ ઉપરાંત સાક્ષી ચોપડાને લોકો યોગ્ય રીતે ડ્રેસ પહેરવાની પણ સલાહ આપતા જોવા મળ્યા. કેટલાક યૂઝર્સે લખ્યું કે ડાન્સ કરતી વખતે જબરદસ્તીથી ફિગર ફ્લોન્ટ કરવું જરૂરી નથી. જો કે આ વાયરલ વીડિયો વિશે તમારું શું કહેવું છે? 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news