OMG! સૈફના કરોડના હાડકાંમાથી લીક થયું સ્પાઈનલ ફ્લૂઈડ, અભિનેતાના જીવને કેટલું જોખમ?
ગુરુવારે સવારે એક એવા ચોંકાવનારા સમાચાર આવ્યા જેણે બોલીવુડ જ નહીં પરંતુ દેશ હચમચી ગયો. અભિનેતા સૈફ અલી ખાન પર તેમના જ ઘરમાં જીવલેણ હુમલો થયો. આ હુમલામાં ગંભીર ઈજાઓ થઈ. એવી પણ માહિતી સામે આવી કે કરોડના હાડકાંની આજુબાજુ સ્પાઈનલ ફ્લૂઈડ લીક થયું હતું. જાણો શું છે આ સ્પાઈનલ ફ્લૂઈડ અને તેના લીક થવાથી કેટલી ગંભીર સમસ્યા સર્જાય?
Trending Photos
બોલીવુડ સ્ટાર સૈફ અલી ખાન પર બુધવારે મોડી રાતે તેમના ઘરમાં જ હુમલો થયો, જેમાં તેમના શરીર પર 6 ઘા પડ્યા. લીલાવતી હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે. તેમની સર્જરી પણ થઈ. આ દરમિયાન કરોડના હાડકાં ઘૂસેલો ચાકૂનો ટુકડો પણ કાઢવામાં આવ્યો. સર્જરી અંગે હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે સૈફને કરોડના હાડકા પાસે ઊંડી ઈજા થઈ હતી. જેમાં કરોડના હાડકાંની આજુબાજુ સ્પાઈનલ ફ્લૂઈડ લીક થયું હતું. જેને ઠીક કરવા માટે સર્જરી કરાઈ હતી. સર્જરી બાદ તેમને આઈસીયુમાં શિફ્ટ કરાયા.
શું છે આ સ્પાઈનલ ફ્લૂઈડ લીક
સ્પાઈનલ ફ્લૂઈડ લીક એક પ્રકારનું ફ્લૂઈડ છે જે માથા અને કરોડના હાડકાને સુરક્ષિત રાખવાનું કામ કરે છે. આ ફ્લૂઈડ પ્લાસ્ટિક લેયર (ડ્યૂરા)થી ઘેરાયેલું હોય છે. જો તે જગ્યા પર ઈજા થાય તો ડ્યૂરા ફાટી શકે છે જેના લીક થવાથી માથા અને કરોડના હાડકાંમાં સંક્રમણ ફેલાવવાનું જોખમ રહે છે. જેને મેનેન્જાઈટિસ પણ કહે છે. અત્રે જણાવવાનું કે તે જીવલેણ પણ બની શકે છે. આ સાથે જ તેના લીક થવાથી એરાક્નોયડાઈટિસ જેવી સમસ્યા પણ થઈ શકે છે. તેનાથી માથાનો દુખાવો, એટેક અને ક્યારેક ક્યારેક લકવો પણ થઈ શકે છે.
સેરેબ્રોસ્પાઈનલ ફ્લૂઈડ (CSF)નું કામ
સેરેબ્રોસ્પાઈનલ ફ્લૂઈડ (CSF) એક રંગ વગરનું પ્રવાહી છે જે માથા અને કરોડના હાડકાંને ઈજાથી બચાવવા માટે એક નરમ તકિયા જેવું કામ કરે છે. તે માથાને હળવું કરે છે જેનાથી ખોપડી પર દબાણ પડતું નથી. આ ઉપરાંત માથાને પોષણ અને કચરાને હટાવવા અને સંક્રમણથી બચાવવા માટે પણ આ ફ્લૂઈડ મદદગાર સાબિત થાય છે. તેના લીક થવાથી તીવ્ર માથાનો દુખાવો, ચક્કર આવવા, વાઈ, ગળામાં અક્કડ થવાની સમસ્યા અને રોશનીથી સંવેદનશીલતા જેવા લક્ષણ જોવા મળે છે.
સર્જરી બાદ કેવી હશે સૈફની દેખભાળ અને રિકવરી
સીએસએફ લીકની સારવાર અને રિકવરીની રીત ઈજાની ગંભીરતા પર નિર્ભર કરે છે. અનેકવાર વધુ પાણી પીવું અને આરામ કરવાથી મદદ મળી શકે છે. ઈજા જો વધુ ગંભીર હોય તો સારવાર માટે એપિડ્યૂરલ બ્લડ પેચનો ઉપયોગ થાય છે. જેમાં દર્દીના લોહીને એપિડ્યૂરલ સ્થાનમાં ઈન્જેક્ટ કરાય છે. જેથી કરીને લીક બંધ થઈ શકે. સૈફ અલી ખાનની સ્થિતિમાં સારવાર માટે સર્જરી કરાઈ. સર્જરી કરીને ડ્યૂરાને સીલ કરાયું. સામાન્ય રીતે સર્જરી બાદ દર્દીએ 2-4 અઠવાડિયા સુધી શારીરિક ગતિવિધિથી બચવું જોઈએ. જેથી કરીને ફરીથી ઈજા કે લીક થવાની સમસ્યા ન ઊભી થાય. એક્સપર્ટના જણાવ્યાં મુજબ સરક્જરીથી યોગ્ય સારવાર બાદ દર્દી સંપૂર્ણ રીતે સાજો પણ થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે