'સાથ નિભાના સાથિયા 2'નું પ્રથમ ટીઝર રિલીઝ, 'રસોડા' અને 'કુકર' તરફ ઇશારો

સાથ નિભાના સાથિયા 2નું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. 
'સાથ નિભાના સાથિયા 2'નું પ્રથમ ટીઝર રિલીઝ, 'રસોડા' અને 'કુકર' તરફ ઇશારો

નવી દિલ્હીઃ ટીવી સીરિયલ 'સાથ નિભાના સાથિયા' (Saath Nibhana Sathiya) છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર છવાયેલી છે. કોકિલાબેનનો મ્યૂઝિક રેપ વીડિયો ખુબ વાયરલ થયો હતો અને તેની સાથે દર્શકોના મનમાં શોની પ્રથમ સીઝનની યાદ તાજી થઈ ગઈ હતી. આ વચ્ચે 'સાથ નિભાના સાથિયા 2'નું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. 

'સાથ નિભાના સાથિયા 2'નું પ્રથમ ટીઝર
સાથ નિભાના સાથિયા 2નું પ્રથમ ટીઝર સોમવારે રિલીઝ થયું છે. દેવોલીના ભટ્ટાચાર્જી (Devoleena Bhattacharjee)  જે ગોપી વહુના આઇકોનિક રોલમાં જોવા મળશે. તે નવી સીઝન માટે શોમાં પરત આવી ગઈ છે. મહત્વનું છે કે આ પહેલા ગોપી વહુની ભૂમિકા જિયા માનેકે ભજવી હતી. સીઝન 1નો રેપ વીડિયો ફેમસ થયા બાદ નવા ટીઝરમાં પણ રસોડા અને કુકર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

A post shared by Devoleena Bhattacharjee (@devoleena) on

જલદી થશે ખુલાસો
30 સેકેન્ડના ટીઝરની શરૂઆત ગોપીના રોલ નિભાવી ચુકેલી દેવોલીનાની સાથે થાય છે, જે દર્શકોને જોવા મળે છે. તે કહે છે કે ગહનાએ રસોડોમાં ગેસ પર કુકર ચઢાવી દીધું હશે. ત્યારબાદ ગોપી જણાવે છે કે ગહના તેને ક્યારેક ક્યારેક સરપ્રાઇઝ કરે છે તો ક્યારેક હેરાન કરી દે છે. અંતમાં ગોપી કહે છે કે ગહના કોણ છે, તેનો ખુલાસો જલદી થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news