લો બોલો! રિલીઝના કલાકોમાં જ 'Saaho' થઈ ગઈ લિક

તામિલ રોકર્સ નામની આ સાઇટ લગભગ દર અઠવાડિયે રિલીઝની સાથે જ ફિલ્મ ઓનલાઇન લિક કરી દે છે.

લો બોલો! રિલીઝના કલાકોમાં જ 'Saaho' થઈ ગઈ લિક

નવી દિલ્હી : 350 કરોડ રૂપિયાની બિગ બજેટ ફિલ્મ સાહો રિલીઝના કલાકો પહેલાં જ ઓનલાઇન લિક થઈ ગઈ છે. 350 કરોડના મોટા બજેટથી બનેલી આ ફિલ્મને લઇને બધાને સારી આશા છે. એમાંય પ્રભાસના ફેન્સ તો ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઇ રહ્યા છે જે ફિલ્મના એડવાન્સ બુકિંગમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. એક દિવસ અગાઉથી જ શો બુક થઇ ગયા હતા અને દક્ષિણના રાજ્યોમાં તો ઘણા સિનેમા ઘરોમાં મોડી રાતથી જ એક વાગ્યાથી ફિલ્મના શો ગોઠવાયા હતા. એવામાં સોશિયલ મીડિયા પર આ ફિલ્મને લઇને ઘણા રિવ્યૂ સામે આવી રહ્યા છે. 

તામિલ રોકર્સ નામની આ સાઇટ લગભગ દર અઠવાડિયે રિલીઝની સાથે જ ફિલ્મ ઓનલાઇન લિક કરી દે છે. આ પહેલાં સાઇટ જજમેન્ટલ હૈં ક્યા, પેટા, ગલી બોય, ઠગ્સ ઓફ હિન્દોસ્તાન, વિશ્વાસમ અને 2.0 જેવી ફિલ્મો લિક કરી ચુકી છે. પાઇરેસીને પ્રોત્સાહન આપતી અને એને ઓનલાઇન લિક કરી દેતી આ સાઇટને સરકાર બેન કરી દે છે પણ આમ છતાં સાઇટ વારંવાર ફિલ્મ લિક કરી દે છે. 

 જે લોકોએ આ ફિલ્મ જોઇ છે એ લોકો ટ્વિટર પર આ ફિલ્મને એકશન ફિલ્મ ગણાવી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ ફિલ્મ ભારતીય ફિલ્મ ઇતિહાસની સૌથી મોંઘી ફિલ્મ છે. જેને સુજીતે નિર્દેશિત કરી છે. આ ફિલ્મમાં જેકી શ્રોફ, નીલ નિતિન મુકેશ, મંદિરા બેદી, ચંકી પાંડે, મહેશ માંજરેકર સહિત ચહેરા ચમકી રહ્યા છે. પ્રભાસ અને શ્રધ્ધા કપૂર સ્ટારર સાહો 350 કરોડના ખર્ચે બની છે. ફિલ્મને અંદાજે 4500 સ્ક્રિન્સ પર રોલ આઉટ કરવામાં આવી છે. અગાઉ આ ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થવાની હતી પરંતુ બાદ તારીખમાં ફેરફાર કરાયો હતો. 

નોંધ : ઝી ન્યૂઝ ડિજિટલ કોઈપણ રીતે ફિલ્મ લિક કરવાની પ્રવૃતિનું સમર્થન નથી કરતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news