શમ્મી કપૂરની પુણ્યતિથિ પર ઋૃષિ કપૂરે કર્યા કાકાને યાદ, શેર કર્યો PHOTO
પૃથ્વીરાજ કપૂરના પુત્ર શમ્મી કપૂરનો જન્મ 1931મા થયો હતો. તેમણે 1953મા ફિલ્મ 'જીવન જ્યોતિ'થી બોલીવુડમાં પર્દાપણ કર્યું હતું.
Trending Photos
નવી દિલ્હીઃ બોલીવુડમાં કપૂર ખાનદાને ઈન્ડસ્ટ્રીઝને પોતાના પરિવારમાથી ઘણા ટેલેન્ટેડ કલાકારો આપ્યા છે, જેમાં શમ્મી કપૂરનું નામ પણ સામેલ છે. એક શાનદાર અભિનેતા અને તેનાથી વધુ સારા વ્યક્તિ શમ્મૂ કપૂર પોતાના સ્વભાવને કારણે જાણીતા હતા. ઋૃષિ કપૂરે પોતાના કાકા શમ્મી કપૂરની પુણ્યતિથિ પર તેમને યાદ કરતા કહ્યું કે, જેમના જેવા સ્ટાર ક્યારેય કોઈ રહ્યું નથી. પૃથ્વીરાજ કપૂરના પુત્ર શમ્મી કપૂરનો જન્મ 1931મા થયો હતો. તેમણે 1953મા ફિલ્મ 'જીવન જ્યોતિ'થી બોલીવુડમાં પર્દાપણ કર્યું હતું. 14 ઓગસ્ટ, 2011ના 79 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું.
શમ્મી કપૂરના એક જાણીતા ગીલ 'ચાહે કોઈ મુજે જંગલી કહે'ના એક દ્રશ્યને શેર કરતા ઋૃષિ કપૂરે ટ્વીટ કર્યું છે.
Remembering Shammi Kapoor. Left us 14th August 2011. Never a star like him! pic.twitter.com/PMKV0fe3i8
— Rishi Kapoor (@chintskap) August 13, 2019
મહત્વનું છે કે, શમ્મી કપૂરને ભારતના એલ્વિસ પ્રેસ્લી કહેવામાં આવતા હતા. તેમને આજે પણ 'જંગલી', 'કશ્મીર કી કલી', 'બ્રહ્મચારી', 'એન ઇવનિંગ ઇન પેરિસ' અને 'તીસરી મંજિલ' જેવી શાનદાર ફિલ્મો માટે યાદ કરવામાં આવે છે. તેઓ છેલ્લે વર્ષ 2011મા આવેલી ફિલ્મ 'રોકસ્ટાર'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ તેમના નિધનના ત્રણ મહિના બાદ રિલીઝ થઈ હતી. ફિલ્મમાં તેમની સાથે ઋૃષિ કપૂરનો પુત્ર રણબીર કપૂર પણ હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે