અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની વયે નિધન, બોલિવૂડ આઘાતમાં

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું નિધન થયું છે. ઋષિ કપૂરના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. અત્રે જણાવવાનું કે અમેરિકામાં કેન્સરની સારવાર લઈને ગત વર્ષ સપ્ટેમ્બરમાં ભારત પાછા ફરેલા અભિનેતા ઋષિ કપૂરની ફરી બુધવારે તબિયત લથડી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. 

અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની વયે નિધન, બોલિવૂડ આઘાતમાં

મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું નિધન થયું છે. તેમણે સવારે 8:45 કલાકે હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.  ઋષિ કપૂરના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. તબિયત લથડતા તેમને મુંબઈની Sir H. N. Reliance Foundation Hospital માં દાખલ કરવામાં આવ્યાં હતાં. મહાનાયક અમિતાભ બચ્ચને ઋષિ કપૂરના નિધનની ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે ઋષિ કપૂર જતા રહ્યાં, હમણા તેમનું નિધન થયું. હું તૂટી ગયો છું. તેમના મોટાભાઈ રણધીર કપૂરે કહ્યું હતું કે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. અત્રે જણાવવાનું કે અમેરિકામાં કેન્સરની સારવાર લઈને ગત વર્ષ સપ્ટેમ્બરમાં ભારત પાછા ફર્યાં હતાં. 

— Amitabh Bachchan (@SrBachchan) April 30, 2020

અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને આપી જાણકારી
ઋષિ કપૂરના મિત્ર, સંબંધી, અને સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ગુરુવારે ટ્વીટ કરીને ઋષિ કપૂરના નિધનની જાણકારી આપી. તેમણે લખ્યું હતું કે ઋષિ કપૂર જતા રહ્યાં, હું તૂટી ગયો છું. બોલિવૂડમાં ઋષિ કપૂરના નિધનથી મોટો આંચકો લાગ્યો છે કારણ કે હજુ ગઈ કાલે જ બોલિવૂડે દિગ્ગજ નેતા ઈરફાન ખાનને ગુમાવ્યાં. આ આઘાતની હજુ તો કળ નહતી વળી કે ત્યાં ઋષિ કપૂરના નિધનના સમાચાર આવ્યાં. 

સવારે 8:45 વાગે લીધા છેલ્લા શ્વાસ
કપૂર પરિવાર તરફથી જારી કરાયેલા એક સંદેશ મુજબ ગુરુવારે સવારે 8:45 વાગે ઋષિ કપૂરે છેલ્લા શ્વાસ લીધા. તેઓ લ્યુકેમિયા નામની બીમારીથી છેલ્લા 2 વર્ષથી પીડાતા હતાં. હોસ્પિટલમાં તેમને બચાવવાની ભરપૂર કોશિશ કરાઈ હતી. ગત વર્ષે જ્યારે તેઓ વિદેશથી સારવાર કરીને પાછા ફર્યા હતાં ત્યારે ખુબ ખુશ હતાં. દરેકને મળવા માંગતા હતાં. પરંતુ આ બીમારીએ તેમનો પીછો છોડ્યો નહીં. 

અત્રે જણાવવાનું કે ઋષિ કપૂર ગત વર્ષ અમેરિકાથી કેન્સરની સારવાર કરાવીને ભારત પાછા ફર્યા હતાં. લગભગ એક વર્ષ સુધી તેમની સારવાર ચાલી હતી. ઋષિ કપૂરને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. આ અગાઉ પણ તેમની તબિયત બગડી હતી. 

બુધવારે તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં
ઋષિ કપૂરને બુધવારે તબિયત બગડતા મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. ભાઈ રણધીર કપૂર અને નીતુ કપૂર તે વખતે  તેમની સાથે હતાં. જો તે સમયે રણધીર કપૂરે જણાવ્યું હતું કે ઋષિ કપૂર હોસ્પિટલમાં છે. તેઓ કેન્સરથી પીડિત છે અને તેમને શ્વાસ લેવામાં તકલીફ છે. આથી તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યાં છે. તેમને દાખલ કરાયા છે અને હાલ તબિયત સ્થિર છે. 

જુઓ LIVE TV

'બોબી' ફિલ્મથી હીરો તરીકે બોલિવૂડમાં મારી હતી એન્ટ્રી
બોલિવૂડના સૌથી મોટા પરિવાર ગણાતા કપૂર ખાનદાનના પુત્ર ઋષિ કપૂરે પોતાના પરિવારના રસ્તે ચાલીને ફિલ્મોમાં ભાગ્ય અજમાવ્યું હતું. 1973માં ફિલ્મ બોબી સાથે તેમણે બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારથી લઈને આજ સુધી દરેકના હ્રદય પર તેમણે રાજ કર્યું. જો કે 1970માં રાજ કપૂરની જ ફિલ્મ મેરા નામ જોકરમાં ઋષિ કપૂર એક બાળ કલાકારની ભૂમિકામાં જોવા મળ્યા હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news