69 વર્ષનો એક્ટર બન્યો પિતા, નામ જાણવા કરો ક્લિક....
તેને 1999માં દુનિયાના સૌથી સેક્સી પુરુષનો ખિતાબ મળ્યો હતો
Trending Photos
મુંબઈ : હોલિવૂડનો લોકપ્રિય એક્ટર રિચાર્ડ ગેરે 69 વર્ષની વયે ફરી એકવાર પિતા બન્યો છે. તેમની ઉંમર અત્યારે 69 વર્ષની છે. તેની 35 વર્ષની પત્ની અલેકઝાન્ડ્રા સિલ્વાએ પુત્રને જન્મ આપ્યો છે. રિચાર્ડને પહેલી પત્ની કેરી લોવેલથી એક 19 વર્ષનો પુત્ર છે. રિચાર્ડ અને એલેક્ઝાન્ડ્રાનું આ બીજું સંતાન છે. એલેક્ઝેન્ડ્રા પોતાના પ્રથમ લગ્નથી પાંચ વર્ષના એક બાળકની માતા છે.
રિચાર્ડનો ભારત સાથે ગાઢ સંબંધ છે અને તે દલાઈ લામાનો અનુયાયી છે. તે ઈન્ટરનેશનલ બુદ્ધિસ્ટ ફેડરેશનના વર્લ્ડ વાઈડ બ્રાન્ડ એમ્બેસેડર છે. એલેક્ઝેન્ડ્રાએ જે પોતાના ગર્ભવતી હોવાના સમાચાર દુનિયાને આપ્યા હતા તેમાં દલાઈ લામા પણ હતા.
રિચાર્ડ સાથે ભારતમાં મોટો વિવાદ જોડાયેલો છે. તેણે 2007ના એપ્રિલ મહિનામાંએક ઈવેન્ટ દરમિયાન એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીને સ્ટેજ પર જબરદસ્તી કિસ કરી હતી. આ માટે તેમની સામે અશ્લીલતા ફેલાવવાનો કેસ નોંધવામાં આવ્યો હતો જેને કોર્ટે ચીપ પબ્લિસિટી ગણાવી રદ કરી દીધો હતો. 1999માં રિચાર્ડને દુનિયાના સૌથી સેક્સી પુરુષનો ખિતાબ મળ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે