Sushant Suicide Case: રિયાના ભાઇ શોવિક અને પિતાની આ દિવસ થઇ શકે છે પૂછપરછ

બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના સુસાઇડ કેસની સૌથી મહત્વની કડી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)નું નામ હવે મુખ્ય આરોપી તરીકે સામે આવી રહ્યું છે. મુંબઇમાં ભેલ તપાસની ગતિ ધીમી હોય, પરંતુ સીબીઆઇ તપાસના આદેશ મળતા જ રિયા ચક્રવર્તી સહિત 6 લોકોની સામે સીબીઆઇએ એફઆઇઆર નોંધી છે. જ્યાં પાછલા કેટલાક દિવસોમાં રિયા ચક્રવર્તી ઘણી વાર પૂછપરછ કરવામાં આવી છે ત્યારે હવે જાણકારી સામે આવી છે કે, તેના ભાઇ અને પિતાની પણ પૂછપરછ કરવામાં આવશે.
Sushant Suicide Case: રિયાના ભાઇ શોવિક અને પિતાની આ દિવસ થઇ શકે છે પૂછપરછ

મુંબઇ: બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના સુસાઇડ કેસની સૌથી મહત્વની કડી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)નું નામ હવે મુખ્ય આરોપી તરીકે સામે આવી રહ્યું છે. મુંબઇમાં ભેલ તપાસની ગતિ ધીમી હોય, પરંતુ સીબીઆઇ તપાસના આદેશ મળતા જ રિયા ચક્રવર્તી સહિત 6 લોકોની સામે સીબીઆઇએ એફઆઇઆર નોંધી છે. જ્યાં પાછલા કેટલાક દિવસોમાં રિયા ચક્રવર્તી ઘણી વાર પૂછપરછ કરવામાં આવી છે ત્યારે હવે જાણકારી સામે આવી છે કે, તેના ભાઇ અને પિતાની પણ પૂછપરછ કરવામાં આવશે.

જાણકારી અનુસાર રિયાના ભાઇ શોવિક ચક્રવર્તી અને પિતા ઇન્દ્રજીત ચક્રવર્તીથી ED દ્વારા સોમવારના પૂછપરછ કરવામાં આવશે.

તમને જણાવી દઇએ કે સ્વ. અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની ગર્લફ્રેન્ડ રહેલી અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની જે 3 પ્રોપર્ટીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate- ED) તપાસ કરી રહી છે. તેમાંથી એક પ્રોપર્ટી મુંબઇના ખાર વિસ્તારમાં છે, જે 322 ચોરસ ફૂટનો 1 બીએચકે ફ્લેટ છે. જેની કિંમત 76 લાખ રૂપિયા છે. જીએસટી, સ્ટામ્પ ડ્યૂટી અને બીજા ચાર્જ ઉમેરી રિયાનો આ ફેલ્ટ લગભગ 84 લાખ રૂપિયામાં પડ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news