ડ્રગ્સ લેતી હતી રિયા ચક્રવર્તી, સુશાંતની ચા-કોફી-પાણીમાં પણ આપતી હતી Drugs: સૂત્ર
રિયા ચક્રવર્તી ડ્રગ્સના ચેટના મામલે મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઇડીના લેટર અનુસાર રિયા ડ્રગ્સ લેતી હતી. ડ્રગ્સ ખરીદવાનું કામ પણ રિયા કરતી હતી. સુશાંતની ચા, કોફી અને પાણી સીબીડી ઓઇલ નામનું ડ્રગ્સ આપતી હતી.
Trending Photos
નવી દિલ્હી: રિયા ચક્રવર્તી ડ્રગ્સના ચેટના મામલે મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઇડીના લેટર અનુસાર રિયા ડ્રગ્સ લેતી હતી. ડ્રગ્સ ખરીદવાનું કામ પણ રિયા કરતી હતી. સુશાંતની ચા, કોફી અને પાણી સીબીડી ઓઇલ નામનું ડ્રગ્સ આપતી હતી. રિયાને પૂછપરછ પર બોલાવતાં પહેલાં એનસીબી 'ક્રાઇબ નંબર' રજિસ્ટર કરશે. રિયા ડ્રગ્સ કેસને લઇને એનસીબીની પહેલી મીટિંગ ખતમ થઇ ગઇ છે. ફરીથી મીટિંગ 6 વાગ્યાની આસપાસ થશે.
આ દરમિયાન સુશાંત સિંહ રાજપૂત કેસમાં આજે ત્રીજીવાર સીબીઆઇની ટીમ કૂપર હોસ્પિટલ પહોંચી છે. કૂપર હોસ્પિટલમાં જ સુશાંત સિંહ રાજપૂતનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. રિયા ચક્રવર્તીના કૂપર હોસ્પિટલની મોર્ચરીમાં જતાં મહારાષ્ટ્ર માનવાધિકાર આયોગે નોટીસ ઇશ્યૂ કરી છે. કૂપર હોસ્પિટલ અને ડીસીપી અભિષેક ત્રિમુખને નોટીસ પાઠવવામાં આવી છે. આયોગે પૂછ્યું કે કયા નિયમ હેઠળ રિયાને મોર્ચરીની અંદર જવા દીધી?
રિયા ચક્રવર્તીના વોટ્સ એપ ચેટમાં ચોંકાવનારી વાતચીત સામે આવી છે. આ ચેટ્સ (Whatsapp Chat) અંગે એવું કહેવાય છે કે તે રિટ્રીવ ચેટ્સ છે. જેને રિયાએ ડિલિટ મારી હતી. પહેલી ચેટ રિયા અને ગૌરવ આર્ય વચ્ચે છે. ગૌરવને ડ્રગ્સ ડિલર ગણાવાઈ રહ્યો છે. આ ચેટમાં લખ્યું છે કે 'જો આપણે હાર્ડ ડ્રગ્સની વાત કરીએ તો મે વધુ ડ્રગ્સનો ઉપયોગ કર્યો નથી.' આ મેસેજ રિયાએ 8 માર્ચ 2017ના રોજ ગૌરવને મોકલ્યો હતો. બીજી ચેટ પણ રિયા અને ગૌરવ વચ્ચે છે. જેમાં રિયાએ ગૌરવને પૂછ્યું છે કે તારી પાસે MD છે? આ MDનો અર્થ Methylene dioxy methamphetamine માનવામાં આવી રહ્યો છે. જે એક એવા પ્રકારની ડ્રગ છે જે ખુબ સ્ટ્રોંગ હોય છે.
બીજી એક ચેટ મિરાન્ડા અને રિયા વચ્ચે છે, જેમાં મિરાન્ડા કહે છે કે 'હાય રિયા, સ્ટફ (Stuff) લગભગ ખતમ થઈ ગયો છે.' આ ચેટ 17 એપ્રિલ 2020ની છે. ત્યારબાદ મિરાન્ડા રિયાને પૂછે છે કે 'શું આપણે તે શોવિકના મિત્ર પાસેથી લઈ શકીએ? પરંતુ તેની પાસે ફક્ત હેશ અને બડ (bud) છે.' અહીં hash અને budને ઓછી તિવ્રતાવાળી ડ્રગ્સ ગણવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે