Rhea Chakraborty ના વકીલનું 12,000 પેજની ચાર્જશીટ પર આવ્યું આ નિવેદન!

સતીશ માનેશિંદેએ (Satish Maneshinde) કહ્યું- એનસીબીના તમામ પ્રયાસ રિયા માટે છે. જેથી કોઈપણ પ્રકારે તેને ફસાવી શકાય. આખી એનસીબી બોલીવૂડમાં ડ્રગ એન્ગલની તપાસ કરવાના કામમાં લાગી છે

Rhea Chakraborty ના વકીલનું 12,000 પેજની ચાર્જશીટ પર આવ્યું આ નિવેદન!

નવી દિલ્હી: અભિનેતા સુંશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) સાથે સંકળાયેલા ડ્રગ કેસમાં બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty), અને તેનો ભાઈ શોવિક સહિત 31 લોકો વિરૂદ્ધ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની (NCB) 12,000 પેજની ચાર્જશીટને તેમના વકીલ સતીષ માનેશિંદેએ (Satish Maneshinde) શનિવારના ન્યાયપૂર્ણ ઠહેરાવી છે.

રિયાને ફસાવવાનો પ્રય્તન
સતીશ માનેશિંદેએ (Satish Maneshinde) કહ્યું- એનસીબીના તમામ પ્રયાસ રિયા માટે છે. જેથી કોઈપણ પ્રકારે તેને ફસાવી શકાય. આખી એનસીબી બોલીવૂડમાં ડ્રગ એન્ગલની તપાસ કરવાના કામમાં લાગી છે.

આરોપો સિવાય કંઇ નથી
સતીશ માનેશિંદેએ (Satish Maneshinde) વધુમાં કહ્યું, આ ચાર્જશીટ ન્યાયપૂર્ણ છે. જો કે, તૂફાન સિંહ મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પણ એનડીપીએસ અધિનિયમની કલમ 67 અંતર્ગત નોંધાવવામાં આવેલ અસ્વીકાર્ય પુરાવા અને નિવેદનોના પાયા પર ઉભી છે. રિયા ચક્રવર્તી પર આરોપ લગાવવા સિવાય આ કેસમાં વધુ કંઇપણ નથી.

ચાર્જશીટમાં એનસીબીનો દાવો
ચાર્જશીટમાં એનસીબીએ દાવો કર્યો છે કે, તેના દ્વારા ઘણા પ્રકારના માદક પદાર્થ (ચરસ, ગાંજો, એલએસડી, એક્સ્ટસી) અને સાઈકોટ્રોપિક પદાર્થો (અલ્પ્રાઝોલમ અને ક્લોનાઝેપમ) પણ મળી આવ્યા છે. એજન્સીના આ દાવાને માનેશિંદેને નકારી કાઢ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news