આલિયા અને રણબીરની ના...ના પણ છતાં લેવાઈ ગયો મોટો નિર્ણય

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પોતાના સંબંધને લઇને સતત ચર્ચામાં છે

આલિયા અને રણબીરની ના...ના પણ છતાં લેવાઈ ગયો મોટો નિર્ણય

મુંબઈ : આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પોતાના સંબંધને લઇને સતત ચર્ચામાં છે. બંને એકબીજાના ફેમિલી ફંક્શનમાં પણ સાથે જોવા મળે છે. રણબીર કપૂર કેટલીયવાર આલિયાના ઘરની મુલાકાત લઇ ચૂક્યો છે. તો આલિયા પણ રણબીરના પરિવારના સભ્યો સાથે સંબંધો મજબૂત કરતી જોવા મળી રહી છે. હવે માહિતી મળી છે કે તેઓ ટૂંક સમયમાં જ સગાઇ કરી લેશે. રિપોર્ટ પ્રમાણે રણબીરની માતા નિતુ સિંહ ઇચ્છે છે કે બંને જલ્દીથી સગાઇ કરી લે અને સંબંધોમાં આગળ વધે. જેથી સગાઇ માટે તેમણે જૂન મહિનો પસંદ કર્યો છે.

પરિવારના દબાણ છતાં આલિયા અને રણબીર પોતાના સંબંધને લઇને ઉતાવળ કરવા માંગતા નથી. બંને હાલ અયાન મુખરજીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં કામ કરી રહ્યા છે ત્યારે ફિલ્મ રિલીઝ થયા બાદ જ તેઓ સંબંધને નામ આપવા ઇચ્છે છે. આલિયા અને રણબીર બંને હાલ અયાન મુખરજીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં પહેલીવાર બંને સાથે જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને મૌની રોય પણ મહત્વની ભૂમિકા છે. ફિલ્મ બ્રહ્માસ્ત્ર ત્રણ ભાગમાં બનશે.

આલિયા ભટ્ટની ગણતરી રણબીર કપૂરની લેટેસ્ટ ગર્લફ્રેન્ડ તરીકે થાય છે. જોકે તેણે એવું કામ કરી બતાવ્યું છે જે રણબીરની એક્સ ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફ નહોતી કરી શકી. દીપિકા અને કેટરિના ભાગ્યે જ આખા કપૂરપરિવાર સાથે જોવા મળી છે પણ આલિયા સતત કપૂરપરિવારની કંપની માણતા જોવા મળે છે. આલિયાએ સમગ્ર કપૂરપરિવારમાં પોતાનું ખાસ સ્થાન બનાવી લીધું છે. કેટરિના અને દીપિકા લાખ પ્રયાસ પછી આ સફળતા નહોતી મેળવી શકી. હાલમાં આલિયાએ કપૂરપરિવાર સાથે 2019નું વેલકમ કર્યું હતું. આ સમયે આલિયા સતત રણબીર, નીતુ, રિશી, રિદ્ધિમા અને કપૂરપરિવારના બીજા સભ્યોની કંપનીની મજા માણતી જોવા મળી હતી. રણબીરની બહેન રિદ્ધિમાએ તો આ સેલિબ્રેશનની તસવીરો પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news