‘રસોડે મેં કૌન થા...’ video થી રાતોરાત પોપ્યુલર બનેલ યશરાજ મુખાટે બે દિવસ ઊંઘી શક્યો ન હતો

યશરાજ આમ તો ઈન્સ્ટાગ્રામની દુનિયામાં પહેલેથી જ ફેમસ હતો. વીડિયો જે દિવસે વાયરલ થયો, તે દિવસે તેણે પોતાના 1 ફોલોઅર્સ થવા પર થેંક્યૂ કહ્યું હતું

‘રસોડે મેં કૌન થા...’ video થી રાતોરાત પોપ્યુલર બનેલ યશરાજ મુખાટે બે દિવસ ઊંઘી શક્યો ન હતો

ઝી મીડિયા/બ્યૂરો :હાલ ઈન્ટરનેટની દુનિયામાં એક વીડિયો તહેલકો મચાવી રહ્યો છે. આ વીડિયો ફેમસ ટીવી શો સાથ નિભાના સાથિયાના સીનનો છે. જેમાં કોકિલાબેન પોતાની બંને બહુ રાશિ અને ગોપી વહુને વઢી રહી છે. કારણ એ છે કે, કોઈએ ચણા નાંખ્યા વગર ખાલી કૂકર ગેસ પર ચઢાવી દીધું હતું. મ્યૂઝિશિયન યશરાજ મુખાટે (Yashraj Mukhate) એ આ સીનમાં કેટલાક મ્યૂઝિક નાંખીને રેપ બનાવ્યું છે. આ વાયરલ વીડિયો (Rasode me koun tha) એ યશરાજને રાતોરાત ફેમસ બનાવી દીધો છે. 

એક દિવસમાં વધ્યા એક લાખથી વઘુ ફોલોઅર્સ
યશરાજ આમ તો ઈન્સ્ટાગ્રામની દુનિયામાં પહેલેથી જ ફેમસ હતો. વીડિયો જે દિવસે વાયરલ થયો, તે દિવસે તેણે પોતાના 1 ફોલોઅર્સ થવા પર થેંક્યૂ કહ્યું હતું. જોકે, વીડિયો વાયરલ થતા જ ફોલોઅર્સની સંખ્યા ડબલ થવામાં વાર ન લાગી. એક દિવસમાં યશરાજના ફોલોઅર્સની સંખ્યા 1 લાખથી વધીને 2 લાખ 3 હજારથી વધુ પર પહોંચી ગઈ હતી. જેમ જેમ લોકો વીડિયો જોઈ રહ્યાં છે, તેમ તેમ તેના ફોલોઅર્સની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. 

સુરત કોવિડ સેન્ટરમાં દર્દીઓએ કર્યાં ગરબા, મન હળવુ થયું તો કોરોનાનો ડર થયો દૂર.... 

A post shared by Yashraj Mukhate (@yashrajmukhate) on

ટ્વિટરના ટોપ ટ્રેન્ડમાં સામેલ
વીડિયોને કારણે યશરાજ ટ્વિટરથી લઈને ફેસબુક સુધીમાં પોપ્યુલર બની ગયો છે. લોકો તેના નામને સર્ચ કરી રહ્યાં છે. જ્યારથી આ વીડિયો અપલોડ થયો છે, ત્યારથી તે દરેક ઘર, ઓફિસમાં ચર્ચાનો તથા કોમેડીનો વિષય બન્યો છે. ટ્વિટર ઈન્ડિયા પર રવિવાર સવારથી #rashi ટ્રેન્ડ ચાલી રહ્યો હતો. તેમાં પણ યશરાજના વીડિયોની સૌથી વધુ ચર્ચા હતી. લોકો તેના અનેક મીમ્સ પણ શેર કરી રહ્યાં છે. 

વીડિયો પોપ્યુલર થયા બાદ યશરાજે કહ્યું કે, તે બે દિવસ સુધી સૂઈ શક્યો ન હતો, એટલા કોલ તેના ફોન પર આવ્યા હતા. પણ યશરાજના ચહેરા પર સૌથી વધુ ખુશી ત્યારે આવી હતી, ત્યારે કોકિલાબેનનું પાત્ર ભજવનાર રૂપલ પટેલે તેને ફોન કર્યો હતો. તેણે કહ્યું કે, કોકિલાબેન (રૂપલ પટેલે) મને ફોન કર્યો હતો. મને જરા પણ અપેક્ષા ન હતી કે તેઓ મને ફોન કરશે.

યશરાજ કહે છે કે, સીરિયલના ડાયલોગમાં જ રીધમ હતા. મેં તેના પર થોડું વધુ કામ કર્યું હતું બસ. યશરાજ મુખાટેએ બનાવેલ રાખી સાવંતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણો પોપ્યુલર બન્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news