Trp News

ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ZEE 24 કલાક, TRP હોય કે રાષ્ટ્રીય એવોર્ડ દૂર દૂર સુધી કોઈ
ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ZEE 24 કલાક કરોડો ગુજરાતીઓના હૃદયમાં સ્થાન ધરાવતી ચેનલ છે. જનતાની સમસ્યા હોય કે પછી સરકારના કાન આમળવાના હોય, ZEE 24 કલાકે હંમેશાં લોકો માટે કામ કર્યું છે. તેનું જ પરિણામ છે કે, ZEE 24 કલાક ન્યૂઝ ચેનલ નંબર વન પર છે. પરંતુ હવે ZEE 24 કલાકની આ યશકલગીમાં વધારો થયો છે. સતત ત્રીજા વર્ષે તમારી ચેનલ ZEE 24 કલાક રાષ્ટ્રીય સ્તરે 5 પુરસ્કાર જીતવામાં સફળ રહી છે. રાષ્ટ્રીય એવોર્ડ ENBA 2021માં ZEE 24 કલાકે કુલ 5 એવોર્ડ પોતાના નામે કરીને સપાટો બોલાવી દીધો છે. સતત ત્રણ વર્ષથી તમારી આ ચેનલ સતત એવોર્ડ જીતી રહી છે. આ માત્ર ZEE 24 કલાકની સિદ્ધિ નથી, કે ના તો તેમાં કામ કરતા સ્ટાફની આ સિદ્ધિ છે, આ કરોડો ગુજરાતીઓની સિદ્ધિ છે જેઓ છેલ્લાં 5 વર્ષથી આ ચેનલને પોતાની ચેનલ માનીને ભરોસાપાત્ર સમાચાર જોવાનું પસંદ કરે છે.
Apr 30,2022, 23:50 PM IST
Lockdownમાં રામાયણે તોડી નાંખ્યા TRPના તમામ રેકોર્ડ
કોરોના વાયરસ (corona virus) ની જંગ જીતવા માટે સરકાર તરફથી દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. આ વચ્ચે દૂરદર્શને (Doordarshan) 80ના દાયકાની પોતાની ફેમસ સીરિયલ રામાયણ અને મહાભારતે પુન પ્રસારિત કરવાનો નિર્ણય લીધો હતો. જેના બાદ અનેક લોકોને પોતાની બાળપણની મેમરી તાજી થઈ. તો કેટલાક લોકોએ તેની મજા પણ ઉડાવી. પણ હવે જાણવા મળ્યું છે કે, રામાયણે (ramayan) ટીઆરપીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. રામાયણની ટક્કરમાં હાલ કોઈ પણ ટીવી શો નથી આવ્યો. આ શોની ટીઆરપી વિશે માહિતી આપતા ડીડી નેશનલના સીઈઓ શશી શેખરે ટ્વિટ કરીને કહ્યું કે, મને  આ વાત જણાવતા આનંદ થાય છે કે દૂરદર્શન પર પ્રસારિત થઈ રહેલા રામાયણ શો વર્ષ 2015 થી અત્યાર સુધીનો સૌથી વધુ ટીઆરપી જનરેટ કરતો હિન્દી જનરલ એન્ટરટેઈનમેન્ટ શો બન્યો છે. આ વાત તેમણે બાર્કના ડેટાના માધ્યમથી જણાવી છે. 
Apr 3,2020, 11:23 AM IST

Trending news