રણવીર સિંહના આ 'અજબ' ડ્રેસની કિંમત જાણીને લાગશે 440 વોટનો આંચકો 

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ પોતાના વિચિત્ર પોષાકને કારણે ભારે ચર્ચામાં છે

રણવીર સિંહના આ 'અજબ' ડ્રેસની કિંમત જાણીને લાગશે 440 વોટનો આંચકો 

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર રણવીર સિંહ પોતાના વિચિત્ર પોષાકને કારણે ભારે ચર્ચામાં છે. તે અનેકવાર પોતાની ડ્રેસિંગ સ્ટાઇલને કારણે ટ્રોલ થયો છે. હાલમાં રણવીર ફરીવાર અજબ પોશાકમાં જોવા મળ્યો હતો. જોકે બહુ ઓછા લોકોને ખબર છે કે રણવીર ત્રીજી સેલિબ્રિટી છે જે આ બ્રાન્ડના કપડાં પહેરે છે.

રણવીર સિંહ હાલમાં વર્સેસના સિલ્ક શર્ટ અને પ્રિન્ટેડ ડેનિમ જેકેટમાં જોવા મળ્યો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે સ્ટાઇલિસ્ટ નિતાશા ગૌરવે જણાવ્યું છે કે રણવીર સિંહ સિવાય ડીજે ખાલિદ અને બિયોન્સે આ રેન્જના કપડાં પહેર્યા છે. રણવીર સિંહે જે ગોલ્ડ યલો રંગનું શર્ટ અને જેકેટ પહેર્યા છે એની કિંમત લગભગ 2,80,000 રૂપિયા છે. 

રણવીર સિંહ બોલિવૂડની બે સુપરહિટ ફિલ્મ 'બાજીરાવ મસ્તાની' તેમજ 'પદ્માવત'માં મહત્વનો રોલ ભજવી ચૂક્યોછે. હાલમાં તે અને દીપિકા પાદુકોણ પોતાના લગ્નને કારણે ચર્ચામાં છે. રણબીર હાલમાં તો પોતાની ફિલ્મ 'ગલી બોય'ના શૂટિંગમાં વ્યસ્ત છે જ્યારે દીપિકા બેક પેઇન દૂર કરવા માટે ફિઝિયોથેરપી લઈ રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news