Box Office પર ગલી બોયની ધમાલ, કમાણી 200 કરોડને પાર

દેશમાં 100 કરોડના આંકડા પાર કર્યા બાદ ગલી બોયે વર્લ્ડવાઇડ 200 કરોડની ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. 

Box Office પર ગલી બોયની ધમાલ, કમાણી 200 કરોડને પાર

નવી દિલ્હીઃ વેલેન્ટાઇન ડેના દિવસે રિલીઝ થયેલી રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ ગલી બોયે લોકોનું દિલ જીત લીધું. દેશમાં 100 કરોડનો આંકડો પાર કર્યા બાદ ગલી બોયે વર્લ્ડવાઇડ 200 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ફિલ્મના આંકડા શેર કરતા આ વાતની જાણકારી આપી છે. જોયા અખ્તરના ડાયરેક્શનમાં બનેલી ગલી બોય઼ તેની અત્યાર સુધીની સૌથી સફળ ફિલ્મ માનવામાં આવી રહી છે. ફિલ્મની કમાણીનો આંકડો બોક્સ ઓફિસ પર ઝડપથી આગળ વધી રહ્યો છે. 

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મના બીજા સપ્તાહના કમાણી શેર કરતા જણાવ્યું કે, ફિલ્મએ દેશમાં 125 કરોડની કમામી કરતા વર્લ્ડવાઇડ 200 કરોડની કમાણી કરી લીધી છે. 

ફિલ્મની 13 દિવસની કમાણીના બીજા સપ્તાહના શુક્રવારે 3.90 કરોડ, શનિવારે ફિલ્મએ 3.90 કરોડની કમાણી કરતા રવિવારે 7.10 કરોડ અને સોમવારે 2.45 કરોડ અને મંગળવારે 2.30 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 

ગલી બોય જોયાની અત્યાર સુધીની સૌથી સફળ ફિલ્મ
મહત્વનું છે કે ગલી બોય જોયા અખ્તરના કરિયરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હશે. જોયાની ફિલ્મ દિલ ધડકને દોએ 76.88 કરોડની કમાણી કરી હતી તો ફિલ્મ જિંદગી ન મિલેગી દોબારાએ ઓલ ઓવરમાં 90.27 કરોડની આવક મેળવી હતી. તો ગલી બોયે પાંચ દિવસમાં આ આંકડાને તોડીને આગળ વધી ગઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news