Ram Setu Trailer: રિલીઝ થયું Akshay ની રામ સેતુનું શાનદાર ટ્રેલર, આવો મળ્યો પબ્લિકનો પ્રતિભાવ

Ram Setu Trailer Release:  અક્ષય કુમારની ફિલ્મ 'રામ સેતુ' ના ટ્રેલરમાં તમે જોઇ શકો છો કે રામ સેતુના રહસ્ય પર વાતો થઇ રહી છે. તો બીજી તરફ ખિલાડી કુમાર ઇતિહાસ પરથી પડદો ઉઠાવે છે.

Ram Setu Trailer: રિલીઝ થયું Akshay ની રામ સેતુનું શાનદાર ટ્રેલર, આવો મળ્યો પબ્લિકનો પ્રતિભાવ

Ram Setu Trailer Release: બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર (Akshay Kumar) ની ફિલ્મ 'રામ સેતુ' (Ram Setu) નું શાનદાર ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. ફિલ્મમાં અક્ષય ઉપરાંત જૈકલીન ફર્નાંડિસ (Jacqueline Fernandez) અને નુસરત ભરૂચા (Nushrat Bharucha) પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. આ ફિલ્મમાં અક્ષય એક આર્કિયોલોજિસ્ટનું પાત્ર ભજવી રહ્યા છે જે આ શોધવાનું કામ કરી રહ્યા છે કે રામ સેતુ સત્ય છે કે કલ્પના. ફિલ્મનું ટ્રેલર જ્યારે સામે આવ્યું છે ત્યારે તેને લોકોની મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. 

રિલીઝ થયું રામ સેતુનું ટ્રેલર
અક્ષય કુમારની ફિલ્મ 'રામ સેતુ' ના ટ્રેલરમાં તમે જોઇ શકો છો કે રામ સેતુના રહસ્ય પર વાતો થઇ રહી છે. તો બીજી તરફ ખિલાડી કુમાર ઇતિહાસ પરથી પડદો ઉઠાવે છે. ફિલ્મમાં એક્શન અને ઇમોશન સાથે સાથે કહાનીમાં પણ જોવા મળી રહે છે. અક્ષય કુમારે પણ ફિલ્મના ટ્રેલરને પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કર્યું છે. રામ સેતુ આ વર્ષે દિવાળીના અવસરે એટલે કે 25 ઓક્ટોબરના રોજ રિલિઝ થશે. ફિલ્મને અભિષેક શર્મા (Abhishek Sharma) એ ડાયરેક્ટ કરી છે. 

આ સ્ટાર દિવાળી પર કરશે ધમાકો 
'રામ સેતુ' એક્શાન એડવેંચર મૂવી છે. પહેલાં આ ફિલ્મ 25 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ત્યારબાદ 'રામ સેતુ' અમેઝોન પ્રાઇમ વીડિયોઝ પર સ્ટ્રીમ કરવામાં આવશે. ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત જેકલીન ફર્નાડીઝ અને નુસરત ભરૂચા મહત્વપોર્ણ ભૂમિકામાં છે. બંનેની ઝલક તમે ટ્રેલરમાં પણ જોઇ શકો છો. જ્યાં જેકલીન અને અક્ષય પહેલાં પણ ઘણી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂકી છે તો સ્ક્રીન પર પહેલી વાર અક્ષય કુમાર સાથે નુસરત ભરૂચાની જોડી જોવા મળશે. જોકે સોશિયલ મીડિયા પર રામ સેતુના ટ્રેલરને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news