Ram Gopal Varma એ નશામાં ધૂત થઈને કર્યો ડાન્સ? Viral Video જોઈ લોકોનો ગુસ્સો સાતમા આસમાને

બોલીવુડ ફિલ્મમેકર રામ ગોપાલ વર્મા અવારનવાર કોઈ વિવાદમાં ઘેરાતા રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની ફિલ્મના કન્ટેન્ટને લઈને. રવિવારે એકવાર તેઓ ફરીથી ચર્ચામાં આવી ગયા.

Ram Gopal Varma એ નશામાં ધૂત થઈને કર્યો ડાન્સ? Viral Video જોઈ લોકોનો ગુસ્સો સાતમા આસમાને

બોલીવુડ ફિલ્મમેકર રામ ગોપાલ વર્મા અવારનવાર કોઈ વિવાદમાં ઘેરાતા રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની ફિલ્મના કન્ટેન્ટને લઈને. રવિવારે એકવાર તેઓ ફરીથી ચર્ચામાં આવી ગયા. આ વખતે એક વીડિયોના કારણે તેઓ ચર્ચામાં છે. આ વીડિયોમાં રામ ગોપાલ વર્મા કથિત રીતે મોડલ ઈનાયા સુલ્તાના સાથે જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તેઓ ઈનાયા સાથે ડાન્સ કરી રહ્યા છે. ઈનાયા પોતાનો બર્થડે સેલિબ્રેટ કરી રહી હતી અને આ પાર્ટીમાં રામ ગોપાલ વર્મા પણ આવ્યા હતા. 

રામ ગોપાલ વર્માના ડાન્સ કરવાની રીત પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે રામ ગોપાલ વર્મા દારૂના નશામાં ધૂત છે. ઈનાયાએ એક તસવીર શેર કરી હતી જેમાં રામ ગોપાલ વર્માએ તેને સાઈડ હગ કર્યું છે. તેમના હગ કરવાની રીતથી પણ લોકો કહી રહ્યા છે કે રામ ગોપાલ વર્મા સંપૂર્ણ રીતે દારૂના નશામાં છે. વિવાદ ઊભો થતા ઈનાયાએ ફોટો ડિલિટ કરી દીધો. ત્યારબાદ રામ ગોપાલ વર્માએ એક વીડિયો શેર કર્યો જેમાં તેઓ દાવો કરી રહ્યા છે કે વીડિયોમાં જે માણસ જોવા મળી રહ્યો છે તે વ્યક્તિ તેઓ પોતે નથી. લાલ કપડાંમાં જોવા મળતી યુવતી પણ ઈનાયા નથી. જુઓ રામ ગોપાલ વર્માએ શેર કરેલો વીડિયો....

— Ram Gopal Varma (@RGVzoomin) August 22, 2021

રામ ગોપાલ વર્મા જોકે આ વીડિયોમાં તેઓ પોતે નથી એવું જ રટ્યા કરે છે. પણ સોશિયલ મીડિયા યૂઝર્સનું કહેવું છે કે તેઓ રામ ગોપાલ વર્મા જ છે. બીજી બાજુ આ વીડિયો શેર કરતા RGV એ લખ્યું કે વીડિયોમાં જોવા મળી રહેલો વ્યક્તિ હું નથી કે આ છોકરી પણ ઈનાયા સુલ્તાના નથી. હું અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના સમ  ખાઈને કહું છું. આ સાથે જ ઈનાયાએ પણ એક તસવીર શેર કરેલી છે જેમાં તે રામ ગોપાલ વર્મા સાથે એ જ રંગના ડ્રેસમાં જોવા મળી રહી છે જે  તેણે વીડિયોમાં પહેર્યો છે. જુઓ વાયરલ તસવીર...

— Inaya Sultana (@inaya_sultana) August 21, 2021

જો કે આ વીડિયો જોઈને યૂઝર્સ સોશિયલ મીડિયા પર રામ ગોપાલ વર્માનો બરાબર ક્લાસ લગાવી રહ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news