'બધાઈ હો'ના સીક્વલમાં આયુષ્માન ખુરાનાની જગ્યાએ આ અભિનેતા હશે મુખ્ય ભૂમિકામાં


અભિનેત્રીની વાત કરીએ તો ફિલ્મમાં રાજકુમાર રાવની સાથે ભૂમિ પેડનેકર જોવા મળશે. આયુષ્માન ખુરાના અને નીના ગુપ્તા સ્ટારર બધાઈ હોમાં સાન્યા મલ્હોત્રા જોવા મળી હતી. 
 

'બધાઈ હો'ના સીક્વલમાં આયુષ્માન ખુરાનાની જગ્યાએ આ અભિનેતા હશે મુખ્ય ભૂમિકામાં

નવી દિલ્હીઃ ફિલ્મ 'બધાઈ હો'ને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મએ બોક્સ ઓફિસ પર ઘણું સારૂ પ્રદર્શન કર્યું અને હવે માહિતી છે કે તેની સીક્વલ બનવા જઈ રહી છે. પરંતુ ચોંકાવનારી વાત તે છે કે સીક્વલમાં આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) નહીં, પરંતુ રાજકુમાર રાવ (Rajkumar Rao) મુખ્ય ભૂમિકામાં હશે. આ પહેલા ફિલ્મમાં આયુષ્માન ખુરાના હતો અને તેની ભૂમિકાને દર્શકોએ ખુબ પસંદ કરી હતી. આ ફિલ્મ 2018માં આવી હતી, જેના ડાયરેક્ટર અમિત શર્મા હતા. પરંતુ ફિલ્મના સીક્વલનું ડાયરેક્શન હર્ષવર્ધન કુલકર્ણી કરી રહ્યાં છે. 

અભિનેત્રીની વાત કરીએ તો ફિલ્મમાં રાજકુમાર રાવની સાથે ભૂમિ પેડનેકર જોવા મળશે. આયુષ્માન ખુરાના અને નીના ગુપ્તા સ્ટારર બધાઈ હોમાં સાન્યા મલ્હોત્રા જોવા મળી હતી. ફિલ્મમાં નીના ગુપ્તાએ આયુષ્માનના માતાની ભૂમિકા ભજવી હતી અને તેની સ્ટોરી અનપ્લાન્ડ પ્રેગ્નેન્સી વિશે હતી. સીક્વલમાં ભૂમિ પીટી ટીચરના રોલમાં જોવા મળશે. તો રાજકુમાર દિલ્હીના એક પોલીસ અધિકારીની ભૂમિકામાં હશે. 

પાછલા વર્ષે ફિલ્મ બધાઈ હોને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. આ એક 25 વર્ષના યુવક નકુલની કહાની હતી, જે પોતાના માતાની પ્રેગ્નેન્સી વિશે સાંભળીને શોક્ડ થઈ જાય છે. 

ફિલ્મની સીક્વલને લઈને ભૂમિ પેડનેકર ખુબ ઉત્સાહિત છે. તેણે કહ્યું કે, અત્યાર સુધી જેટલી સ્ક્રિપ્ટ સામે આવી છે, તેમાં આ સૌથી સારી છે. સ્ક્રિપ્ટને વાંચતા જ તેણે ફિલ્મ માટે હા પાડી દીધી હતી. ભૂમિએ કહ્યું કે, ફિલ્મમાં મારૂ પાત્ર ખુબ મજબૂત છે અને ઇન્ડિપેન્ડેટ છે. બધાઈ હોના સીક્વલનું શૂટિંગ જૂનમાં શરૂ થશે. ફિલ્મ આગામી વર્ષે 2021માં રિલીઝ થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news