નિર્દેશક રાજકુમાર હિરાનીએ ખોલ્યું રહસ્ય, 'સંજૂ' કેટલાક એવા સીન ઉમેર્યા જેથી સંજય દત્ત પ્રત્યે નફરત ઓછી થાય
રિલીઝ બાદ જ નિર્દેશક હિરાની પર આ ફિલ્મમાં સંજય દત્તને તેમના બધા માટે ક્લિન ચિટ આપવા અને તેમના માટે સહાનૂભૂતિ ઉભી કરવાનો પ્રયત્ન કરવા જેવા આરોપ લાગ્યા હતા.
Trending Photos
નવી દિલ્હી: આ વર્ષે નિર્દેશક રાજકુમાર હિરાનીની ફિલ્મ 'સંજૂ'એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. સંજય દત્તની જીંદગી પર બનેલી આ ફિલ્મમાં રણબીર કપૂરે સંજૂને હૂ-બ-હૂ પડદા પર ઉતારી હતી. પરંતુ રિલીઝ બાદ જ નિર્દેશક હિરાની પર આ ફિલ્મમાં સંજય દત્તને તેમના બધા માટે ક્લિન ચિટ આપવા અને તેમના માટે સહાનૂભૂતિ ઉભી કરવાનો પ્રયત્ન કરવા જેવા આરોપ લાગ્યા હતા. એવામાં હવે પોતે નિર્દેશક હિરાનીએ આ ખુલાસો કર્યો છે કે હા, તેમણે પોતાની ફિલ્મમાં સંજય દત્તને સારા દેખાડવા માટે કેટલાક સીન ઉમેર્યા હતા.
નફરત ઓછી કરવા માટે ઉમેર્યા હતા સીન
ન્યૂઝ એજન્સી ભાષાના અનુસાર ફિલ્મકાર રાજકુમાર હિરાનીએ ખુલાસો કર્યો છે કે અભિનેતા સંજય દત્ત પર આધારિત ફિલ્મ 'સંજૂ'માં વધારાનો ભાગ ઉમેરવામાં આવ્યો જેથી લોકોમાં તેમના પ્રત્યે ફેલાયેલી 'નફરત'ની ભાવનાને સહાનૂભૂતિમાં બદલી શકાય. હિરાનીએ જણાવ્યું કે શરૂઆતી એડિટેદ ફિલ્મમાં અભિનેતાની કહાની હૂ-બ-હૂ બતાવવામાં આવી હતી અને તેને લોકોએ પસંદ ન કરી. તેમણે કહ્યું કે શૂટિંગ દરમિયાન લાગ્યું 'હું શું કરી રહ્યો છું, હું ખોટી દીશામાં જઇ રહ્યો છું.' હકિકતમાં જ્યારે પહેલી એડિશન તૈયાર થઇ અને લોકો માટે એક સ્ક્રીનિંગ રાખી તો તેમને પસંદ ન આવી. તેમણે કહ્યું કે તે આ વ્યક્તિને પસંદ કરતા નથી અને તે તેને જોવા માંગતા નથી.
'તે અમારા નાયક છે, સહાનુભૂતિ જરૂરી છે'
નિર્દેશક રાજુ હિરાની અને સંજય દત્તની મિત્રતા ખૂબ જુની છે અને આ બંને ફિલ્મ 'મુન્ના ભાઇ એમબીબીએસ' અને 'લગે રહો મુન્નાભાઇ' જેવી ફિલ્મોમાં સાથે નજર આવી ચૂક્યા છે. પોતાની ફિલ્મ 'સંજૂ' વિશે વાત કરીએ તો નિર્દેશકે પણ જણાવ્યું કે તે ઇચ્છતા હતા કે સાચી કહાણી બતાવવામાં આવે કારણ કે તે તેના (સંજય દત્ત) પ્રત્યે કોઇપણ પ્રકારની સહાનુભૂતિ પેદા કરવા માંગતા ન હતા. તેમણે શરૂઆતમાં તેને એવો જ બતાવ્યો જેવો તે છે. પરંતુ પછી તેમને મહેસૂસ થયું કે તે અમારો નાયક છે અને અમારે તેના પ્રત્યે થોડી સહાનુભૂતિ રાખવાની જરૂર છે.
તેમણે કહ્યું કે પોતાના મુખ્ય ચરિત્ર માટે સહાનુભૂતિ બનાવવાને ફિલ્મમાં કેટલાક ભાગ ઉમેરવામાં આવ્યા જે પહેલાં તેમાં ન હતા. તેમણે જણાવ્યું કે કોર્ટનો ચૂકાદો આવ્યા પછી જીવ લેવાનો પ્રયત્ન કરનાર ભાગ ફિલ્મમાં ન હતો જેને પછી શૂટ કર્યો. આ મૂળ પટકથામાં ન હતો. તેમનું માનવું છે કે તેનાથી થોડી સહાનુભૂતિ મળશે. તેમણે કહ્યું કે દરેક ફિલ્મ એક યાત્રા હોય છે. કેટલીક વસ્તુઓ પર કામ કરવામાં આવે છે અને કેટલીક પર નહી. તેમણે અત્યારે પણ આ ફિલ્મમાં નબળાઇઓ બતાવી છે પરંતુ તમે પોતાનું સારું આપવાનો પ્રયત્ન કર્યો છો. તમને જણાવી દઇએ કે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે