સલમાનની 'રેસ 3'એ રિલીઝ થતા જ કરી જબરદસ્ત કમાણી, બનાવ્યો રેકોર્ડ

દિગ્દર્શક રેમો ડિસૂઝાની મલ્ટીસ્ટારર ફિલ્મ રેસ 3 શુક્રવારે રિલીઝ થઈ ગઈ. આ ફિલ્મ તરફથી બોલિવૂડને ખુબ અપેક્ષાઓ હતી.

સલમાનની 'રેસ 3'એ રિલીઝ થતા જ કરી જબરદસ્ત કમાણી, બનાવ્યો રેકોર્ડ

નવી દિલ્હી: દિગ્દર્શક રેમો ડિસૂઝાની મલ્ટીસ્ટારર ફિલ્મ રેસ 3 શુક્રવારે રિલીઝ થઈ ગઈ. આ ફિલ્મ તરફથી બોલિવૂડને ખુબ અપેક્ષાઓ હતી. ફિલ્મના રિવ્યુઝ તો જો કે મિક્સ મળી રહ્યાં છે પરંતુ  કમાણી જોવા જઈએ તો ફિલ્મ બોક્સ ઓફિસ પર પહેલા જ દિવસે ધમાકેદાર રેકોર્ડ બનાવ્યો છે. સલમાન ખાન, બોબી દેઓલ, સાકિબ સલીમ, અનિલ કપૂર, જેકલીન ફર્નાન્ડિઝ અને ડેઈઝી શાહ જેવા સિતારોની આ ફિલ્મે પહેલા દિવસે 29 કરોડથી વધુની કમાણી કરી અને ચાલુ વર્ષની બિગેસ્ટ ઓપનર ફિલ્મ બની છે. આમ તો સલમાન ખાનની આ ફિલ્મ તરફથી ઈદમાં જબરદસ્ત ઓપનિંગની બધાને અપેક્ષા હતી જ.

— taran adarsh (@taran_adarsh) June 16, 2018

રેસ ફ્રેન્ચાઈઝીની પહેલી 2 ફિલ્મોમાં સેફ અલી ખાન લીડ રોલમાં હતો પરંતુ રેસ 3માં પહેલીવાર સલમાન ખાનનો અંદાઝ દર્શકોને જોવા મળ્યો છે. આ ફિલ્મ સીરિઝ પોતાની સસ્પેન્સવાળી વાર્તા માટે જાણીતી છે. પરંતુ રેસ 3ની વાર્તા તેની સરમામણીમાં ખુબ ઠંડી ગણવામાં આવી રહી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યાં મુજબ ફિલ્મે પહેલા દિવસે ભારતમાં 29.17 કરોડની કમાણી કરી છે.

આ સાથે જ આ ફિલ્મ વર્ષની સૌથી વધુ ઓપનિંગ મેળવનારી ફિલ્મ બની છે. રેસ 3 બાદ ઓપનિંગના મામલે ટાઈગર શ્રોફ અને દિશા પટ્ટણીની ફિલ્મ બાગી 2 (25.10 કરોડ), દીપિકા પાદૂકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂરની ફિલ્મ (પદ્માવત 19 કરોડ), કરીના કપૂર, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર, શિખા તલ્સાનિયાની વીરે દી વેડિંગ (10.70 કરોડ) આવે છે.

— taran adarsh (@taran_adarsh) June 16, 2018

અત્રે જણાવવાનું કે સલમાન ખાન ફિલ્મ્સ અને રમેશ તોરાની દ્વારા નિર્મિત આ ફિલ્મને ટિપ્સ ફિલ્મના બેનર હેઠળ બનાવવામાં આવી છે. આ ફિલ્મ દ્વારા એક્ટર બોબી દેઓલ ફરી એકવાર પોતાના સ્ટાઈલિશ લૂકમાં જોવા મળી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news